હૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી

હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસના ચારે આરોપીઓનુ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યુ છે ચારે આરોપી પોલિસ રિમાન્ડમાં હતા અને તેમને ગુરુવારે મોડી રાતે નેશનલ હાઈવે-44 પર ક્રાઈમ સીન પર લઈ જવામાં આવ્યા હતા.

હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસના ચારે આરોપીઓનુ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યુ છે ચારે આરોપી પોલિસ રિમાન્ડમાં હતા અને તેમને ગુરુવારે મોડી રાતે નેશનલ હાઈવે-44 પર ક્રાઈમ સીન પર લઈ જવામાં આવ્યા હતા. પોલિસ સૂત્રોનુ કહેવુ છે કે ક્રાઈમ સીન રિક્રિએટ કરવા દરમિયાન આરોપીઓએ પોલિસ પાર્ટી પર હુમલો કરી દીધો અને ધૂમ્મસનો લાભ ઉઠાવીને ભાગવાની કોશિશ કરી ત્યારબાદ પોલિસે એનકાઉન્ટરમાં ચારે આરોપીઓને મારી દીધા. લાશોનુ પંચનામ કરવામાં આવી રહ્યુ છે અને ઘટના સ્થળે ભાર પોલિસ બળ પણ તૈનાત છે.

ગાડી પંક્ચર થઈ ગઈ હતી

ગાડી પંક્ચર થઈ ગઈ હતી

તમને જણાવી દઈએ કે પોલિસે આ ચારે આરોપીઓને મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ તેની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે 22 વર્ષીય મહિલા વેટનરી ડૉક્ટર જ્યારે રાતે પશુ હોસ્પિટલમાં પોતાના ઘરે પાછી આવી રહી હતી ત્યારે તેની ગાડી પંકચર થઈ ગઈ હતી. તેણે બહેનને ફોન કર્યો અને કહ્યુ કે ગાડી ખરાબ થઈ ગઈ છે, મને અહીં ડર લાગી રહ્યો છે. આસપાસ માત્ર ટ્રક જ દેખાઈ રહ્યા છે. બહેને તેને સ્કૂટી છોડીને કેબથી ઘરે આવવા માટે કહ્યુ.

બહેનને કર્યો હતો ફોન

બહેનને કર્યો હતો ફોન

ત્યારબાદ ડૉક્ટરે ફરીથી ફોન કરવાની વાત કહીને ફોન કટ કરી દીધો. થોડી વાર પછી જ્યારે બહેને ફરીથી કૉલ કર્યો તો ફોન બંધ થઈ ચૂક્યો હતો. પરિવારજનો તેની શોધમાં ટોલ પ્લાઝા પાસે પહોંચ્યા પરંતુ તે ક્યાંય મળી નહિ. રાતે લગભગ 11 વાગે પોલિસપાસે ફરિયાદ નોંધાવી. ગુરુવારે ડૉક્ટરનુ બળી ગયેલુ શબ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર કસ્બા પાસે ચતનપલ્લી પુલ પર મળી આવ્યુ.

રેપ બાદ સળગાવી દીધી

રેપ બાદ સળગાવી દીધી

આ કેસમાં મુખ્ય આરોપીએ પૂછપરછમાં જણાવ્યુ કે ગેંગરેપ બાદ મહિલા ભાગી ના જાય એ માટે તેમણે તેના હાથપગ બાંધી દીધા હતા. ત્યારબાદ પીડિતાને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને તે બેભાન થઈ ગઈ ત્યારે ટ્રકમાં નાખઈ પુલ નીચે લાવ્યા અને અહીં જ પેટ્રોલ છાંટીને મહિલાને સળગાવી દીધી. આરોપીઓને લાગ્યુ તે મરી ગઈ છે પરંતુ આગ લાગવા પર ખબર પડી કે તે જીવતી હતી. તે ઘણી વાર સુધી તેને સળગતી જોઈ રહ્યા. સ્થાનિક રિપોર્ટ મુજબ એક અન્ય આરોપીએ જણાવ્યુ કે તેને લાગ્યુ કે પોલિસની પકડમાં આવી જશે એટલે પીડિતાને મારી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X