For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન 2.0: ઉડ્ડયન મંત્રાલયે બધી ફ્લાઈટોને 3 મે સુધી કરી રદ

પીએમના એલાન બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય શિડ્યુલ એરલાઈન પરિચાલનને 3 મે સુધી રદ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસો વચ્ચે મંગળવારે પીએમ મોદીએ દેશને ચોથી વાર સંબોધિત કર્યા. પીએમ મોદીએ દેશમાં 21 દિવસના લૉકડાઉન બાદ મંગળવારે લૉકડાઉન 3 મે સુધી લંબાવી દીધુ છે. પીએમના એલાન બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય શિડ્યુલ એરલાઈન પરિચાલનને 3 મે સુધી રદ કરી દીધુ છે. વળી, રેલવએ લૉકડાઉનના વિસ્તારિત સમયને જોતા ટિકિટનુ રિફંડ 31 જુલાઈ 2020 સુધી લેવાનો વિકલ્પ આપ્યો છે.

flight

પીએમ મોદીના એલાન બાદ સિવિલ એવિએશન મંત્રાલય તરફથી બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ રાખવાનુ એલાન કરવામાં આવ્યુ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ બધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ 3 મેની રાતે 11 વાગીને 59 મિનિટ સુધી બંધ રહેશે. આ પહેલા બધી ઉડાનો 14 એપ્રિલ સુધી બંધ હતી પરંતુ હવે લૉકડાઉન પાર્ટ 2ના એલાન બાદ ફ્લાઈટ પણ બંધ રહેશે. દેશમાં 3 મે સુધી લૉકડાઉનનો સમય લંબાવવા સાથે જ ભારતીય રેલની સેવાઓ પણ 3 મે સુધી બંધ રહેશે. મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પ્રીમિયમ ટ્રેનો મેલ, એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, ઉપનગરીય ટ્રેનો, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે સહિત ભારતીય રેલની બધી યાત્રી ટ્રેન સેવાઓ પણ 3 મેના રોજ રાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે.

અધિકારીએ કહ્યુ કે, લૉકડાઉન લંબાવવાના કારણે અમે આ નિર્ણય લીધો છે. જલ્દી આના પર ડિટેલ માહિતી આપવામાં આવશે. આ પહલા 14 એપ્રિલ સુધી માટેરેલ સેવાઓ બંધ હતી. આશા રાખવામાં આવી રહી હતી કે 21 દિવસોના લૉકડાઉન બાદ 15 એપ્રિલથી રેલ સેવાઓ શરૂ થઈ શકે છે. ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના આંકડા 10,363 થઈ ગયા છે અને આનાથી મૃતકોની સંખ્યા વધીને 339 થઈ ગઈ છે. આજે દેશમાં લૉકડાઉનનો 21મો દિવસ છે. સાથે જ પીએમ મોદીએ દેશમાંલૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધુ છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન લંબાવવા પર ચિદમ્બરમઃ 'મોદીનુ ભાષણ માત્ર નિેવેદનબાજી, રડો મારા પ્યારા દેશ'આ પણ વાંચોઃ લૉકડાઉન લંબાવવા પર ચિદમ્બરમઃ 'મોદીનુ ભાષણ માત્ર નિેવેદનબાજી, રડો મારા પ્યારા દેશ'

English summary
All domestic and international scheduled airline operations shall remain suspended till 3rd May
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X