For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકના રાજ્યપાલ વજુબાઈ વાળા, જેમણે મોદી માટે છોડી હતી પોતાની સીટ

કર્ણાટકમાં ભાજપ સૌથા મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યુ છે. કોંગ્રેસ બીજા નંબર પર છે. જ્યારે જેડીએસ ત્રીજા નંબર પર છે. કુલ મળીને કર્ણાટકમાં મતોની ગણતરી ત્રિશંકુ વિધાનસભા તરફ જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ભાજપ સૌથા મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યુ છે. કોંગ્રેસ બીજા નંબર પર છે. જ્યારે જેડીએસ ત્રીજા નંબર પર છે. કુલ મળીને કર્ણાટકમાં મતોની ગણતરી ત્રિશંકુ વિધાનસભા તરફ જઈ રહી છે. બીજી તરફ તકનો લાભ લેતા કોંગ્રેસે મોટી ચાલ ચાલી છે. પક્ષે જેડીએસને સીએમ પદ આપતા ખુલ્લા સમર્થનનું એલાન કર્યુ છે. આટલુ જ નહિ, કોંગ્રેસે વિજળીની ગતિએ પરિણામો આવતા પહેલા જ જી પરમેશ્વરાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે રવાના કરી દીધુ. પરંતુ કર્ણાટકની કહાની આટલી સરળ નથી. ફરી એક વાર નવો ટ્વીસ્ટ આવ્યો છે અને કોંગ્રેસના ડેલીગેશનને રાજભવનમાં ઘૂસવા દેવામાં આવ્યુ નથી. રાજ્યપાલે આવુ કેમ કર્યુ તે વિશે હજુ સુધી રાજભવનમાંથી કોઈ જાણકારી મળી નથી પરંતુ એમાં કોઈ શક નથી કે હવે સૌની નજર રાજ્યપાલ વજુભાઈ વાળા પર ટકેલી છે. વજુભાઈ વાળા નરેન્દ્ર મોદીના ખૂબ નજીક માનવામાં આવે છે. તે ગુજરાત ભાજપના કદાવર નેતા છે.

વજુભાઈ વાળાએ મોદી માટે છોડી હતી પોતાની સીટ

વજુભાઈ વાળાએ મોદી માટે છોડી હતી પોતાની સીટ

એક જમાનો હતો જ્યારે રાજકોટમાં કોંગ્રેસ ક્યારેય હારતી નહોતી. પરંતુ 1980 બાદ એક જમાનો એવો આવ્યો કે જ્યારે કોંગ્રસ આ સીટ પર ક્યારેય જીતી શકી નહિ. કોંગ્રેસની આ હાર પાછળ જે વ્યક્તિ હતા તેમનું નામ છે વજુભાઈ વાળા. જેમણે 2002 માં નરેન્દ્ર મોદી માટે પોતાની રાજકોટની સીટ ખાલી કરી દીધી હતી. એ વખતે નરેન્દ્ર મોદી સીએમ બની ચૂક્યા હતા અને વજુભાઈ વાળાની ખાલી સીટ પર નરેન્દ્ર મોદીએ 45 હજાર થી વધુ મતો મેળવીને જીત હાસિલ કરી હતી. આ પેટાચૂંટણીમાં મોદી સામે ઉભેલા અશ્વિની મહેતાને 30,570 મત મળ્યા હતા.

મોદી સરકારમાં ગુજરાતના નાણામંત્રી પણ રહ્યા વજુભાઈ વાળા

મોદી સરકારમાં ગુજરાતના નાણામંત્રી પણ રહ્યા વજુભાઈ વાળા

બાદમાં નરેન્દ્ર મોદીએ રાજકોટની જગ્યાએ મણિનગરથી ચૂંટણી લડી અને વજુભાઈ વાળા ફરીથી પોતાની રાજકોટ સીટ પર આવ્યા. વજુભાઈ વાળાએ ત્યારબાદ પણ જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને 2002 બાદ 2007 અને 2012 માં પણ રાજકોટમાંથી જીત મેળવી. વજુભાઈ વાળા મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારમાં નાણામંત્રી રહ્યા છે. આનાથી અંદાજો લગાવી શકાય છે કે વજુભાઈ વાળા મોદીના કેટલા નજીક રહ્યા છે.

કેન્દ્રની સત્તામાં આવતા મોદીએ વજુભાઈને આપી ભેટ

કેન્દ્રની સત્તામાં આવતા મોદીએ વજુભાઈને આપી ભેટ

2014 માં જ્યારે પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તામાં આવ્યા તો તેમણે વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલને મહત્વનું પદ સોંપ્યુ. વજુભાઈ વાળા બાદ રાજકોટની સીટ વિજય રૂપાણીને આપી દેવામાં આવી જે હાલમાં ગુજરાતના સીએમ છે.

English summary
all eyes on karnataka governor vajubhai vala who vacated his seat for modi in
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X