"તમને કુલભૂષણ જાધવ પાછો જોઇએ છે? તમને એનું શબ મળશે"

Written By:
Subscribe to Oneindia News

ઓલ ઇન્ડિયા ફટુબોલ ફેડરેશન(AIFF)ની વેબસાઇટ હેક થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. વેબસાઇટ હેક કર્યા બાદ હેકર્સે કુલભૂષણ જાધવ અને ભારત વિરુદ્ધ સંદેશ પોસ્ટ કર્યો છે. સંદેશમાં લખવામાં આવ્યું હતું કે, ભારત કુલભૂષણ જાધવને દેશ પરત બોલાવવા માંગે છે, પરંતુ પાકિસ્તાન એનું શબ પાછું મોકલશે. હેકર્સે આ સંદેશ સાથે ફાંસી અને કુલભૂષણ જાધવની તસવીર પણ મૂકી છે.

AIFF website hacked

હેકિંગ પાછળ પાકિસ્તાનનો હાથ

જો કે, વેબસાઇટ હેક થયાની થોડી વાર બાદ જ ફરીથી સુધારી લેવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, આ હેકિંગ પાછળ પાકિસ્તાનનો જ હાથ હોવાનું કેહવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપ હેઠળ ફાંસીની સજા કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા આ સજા પર રોક લગાવવામાં આવી છે.

હેકર્સનો સંદેશ

હેકર્સે સાઇટ હેક કર્યા બાદ વેબસાઇટ પર સંદેશ મુક્યો હતો, તો તમને કુલભૂષણ જાધવ પરત જોઇએ છે? તમે આ માંગણી કઇ રીતે કરી શકો? હવે તમને એનું શબ પાછું મળશે. તમને સ્નેપચેટ અને સ્નેપડીલ વચ્ચેનો તફાવત નથી ખબર અને તમે જાધવને પરત મોકલવાની માંગણી કરી રહ્યાં છો? આ અમારું વેર છે.

English summary
All India Football Federation website hacked.
Please Wait while comments are loading...