For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે મુસ્લિમ પક્ષઃ AIMPLB

અયોધ્યા ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે મુસ્લિમ પક્ષઃ AIMPLB

|
Google Oneindia Gujarati News

લખનઉઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો ફેસલો લીધો છે. ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય સૈયદ કાસિમ રસૂલ ઈલિયાસે કહ્યું કે બોર્ડે ફેસલો લીધો છે કે અમે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશું. જણાવી દઈએ કે 9 નવેમ્બરે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવતા વિવાદિત સ્થળને મંદિર નિર્માણ માટે આપવાનો આદેશ આપ્યો હતો, સાથે જ મસ્જિદ નિર્માણ માટે અયોધ્યાના કોઈ મહત્વના સ્થળે પાંચ એકર જમીન આપવાનો પણ આદેશ આપ્યો હતો.

મુસલમાન અન્ય કોઈ જગ્યા નહિ સ્વીકારે

મુસલમાન અન્ય કોઈ જગ્યા નહિ સ્વીકારે

બોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે મસ્જિદની જમીનને બદલે મુસલમાન કોઈ અન્ય જગ્યા નહિ સ્વીકારે. અમે ફેસલો કર્યો છે કે અમે સુપ્રીમ કોર્ટના ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશું. બોર્ડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ફેસલામાં કેટલાય અંતરવિરોધ છે, જ્યારે બહારથી મૂર્તિ લાવી મંદિરમાં રાખી લેવામાં આવી તો આખરે તેને કેવી રીતે દેવતા માની લેવામાં આવ્યા. એએસઆઈના રિપોર્ટ પર પણ બોર્ડે સવાલ ઉઠાવતા કહ્યું કે એએસઆઈના રિપોર્ટમાં આ સાબિત નથી થઈ શક્યું કે મસ્જિદનું નિર્માણ કોઈ મંદિર તોડીને કરાયું હોય. કોર્ટે ખુદ આ વાત માની છે કે મસ્જિદને કોઈ મંદિર તોડીને નહોતી બનાવાઈ.

ગુંબજ નીચે મંદિર હોવાના એકેય પ્રમાણ નથી

ગુંબજ નીચે મંદિર હોવાના એકેય પ્રમાણ નથી

પર્સનલ લૉ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે 1949માં મસ્જિદની અંદર મૂર્તિ રાખવાને સુપ્રીમ કોર્ટે બિન કાયદેસર માન્યું છે. એટલું જ નહિ બોર્ડે કહ્યું કે ગુંબજ નીચે જન્મભૂમિ હોવાના કોઈ પ્રમાણ મળ્યા નથી. ખુદ સુપ્રીમ કોર્ટે આ વાત માની છે. કોર્ટે આ વાતને પણ માની છે કે બાબરી મસ્જિદમાં છેલ્લે 16 સપ્ટેમ્બર 1949ના રોજ નમાજ પઢવામાં આવી હતી.

અમને ખબર છે અરજી ફગાવાઈ જશે

અમને ખબર છે અરજી ફગાવાઈ જશે

ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠક ત્રણ કલાક સુધી ચાલી. બેઠક બાદ જમીયત ઉલેમા હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમને ખબર છે કે રિપ્યૂ પિટિશન 100 ટકા રદ્દ થઈ જશે, પરંતુ છતાં આ અમારો હક છે. અગાઉ મદનીએ કહ્યું હતું કે કોર્ટનો ફેસલો અમારી સમજથી બહાર છે. કાનૂન અને ન્યાયની નજરમાં ત્યાં બાબરી મસ્જિદ હતી અને કયામત સુધી મસ્જિદ જ રહેશે, પછી તેને ગમે તે નામ કે સ્વરૂમ કેમ ન આપી દેવામાં આવે.

કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરીકર્ણાટક વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

English summary
All India Muslim personal law board will file review petition on ayodhya verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X