બીજેપીને સત્તામાંથી હટાવવા તમામ વિપક્ષોએ સાથે આવવુ જરૂરી-કેજરીવાલ
નવી દિલ્હી : વિવિધ રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રહેલી પ્રતાડનાને લઈને વિપક્ષી પાર્ટીઓ સતત એક થવાની વાત કરી છે. આ વાતો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં આરજેડી નેતા તેજસ્વી પણ હાજર હતા. કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત બાદ આ નેતાઓની બેઠક બીજેપી માટે પડકાર બનવાની દિશામાં મહત્વનું પગલું છે.

વિરોધ પક્ષો બીજેપીને સત્તામાંથી હટાવવાને વિચારધારાની લડાઈ ગણાવી રહ્યા છે. કેજરીવાલ, નીતીશ અને તેજસ્વીની બેઠક એટલા માટે પણ ખાસ છે કારણ કે તમામ પક્ષો એકજૂઠ થવા અને ભાજપને ટક્કર આપવા લગભગ સર્વસંમતિથી બોલી રહ્યા છે.
બેઠક બાદ કેજરીવાલે કહ્યું કે, હાલ દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર આજે દેશમાં છે. ખૂબ જ જરૂરી છે કે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવે અને કેન્દ્રની અંદરની સરકારને બદલે.
#WATCH इस वक्त देश बहुत मुश्किल दौर से गुजर रहा है। आजादी के बाद की सबसे भ्रष्ट सरकार आज देश के अंदर है इसलिए ये बहुत जरूरी है कि सभी विपक्षी पार्टी एक साथ आकर केंद्र के अंदर सरकार बदले और ऐसी सरकार आनी चाहिए जो देश को विकास दे सके: बिहार के मुख्यमंत्री नीतीश कुमार और… pic.twitter.com/ZqKH18Gh6z
— ANI_HindiNews (@AHindinews) April 12, 2023
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપને હટાવ્યા બાદ એવી સરકાર આવવી જોઈએ જે દેશને વિકાસ આપી શકે.
નીતિશ કુમારે કહ્યું કે, અમે વધુને વધુ વિપક્ષી પાર્ટીઓને એક કરીશું. આ પહેલા રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન નીતીશે આ જ વાત કહી હતી. રાહુલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વિરોધ પક્ષોને જોડવાની વાત કરી છે.
#WATCH | Delhi: "We will unite as many opposition parties as possible," said Bihar CM Nitish Kumar after meeting Delhi CM Arvind Kejriwal and other leaders of Aam Aadmi Party in the national capital today. pic.twitter.com/nurci0foTV
— ANI (@ANI) April 12, 2023
બેઠક દરમિયાન JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ સાથે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.












Click it and Unblock the Notifications
