• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એન્ટિ રેપ બિલ પરની સર્વપક્ષીય બેઠકમાં સર્વાનુમતિ સાધી ન શકાઇ

|
anti-rape-bill
નવી દિલ્હી, 18 માર્ચ : ભારતમાં એન્ટિ રેપ બિલને સોમવારે સર્વપક્ષીય બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલની અનેક જોગવાઇઓ અંગે વિવિધ રાજકીય પક્ષોમાં મતભેદો હતા. આ મતભેદો આજની બેઠકમાં પણ યથાવત રહ્યા છે. આ કારણે બેઠક કોઇ નક્કર નિર્ણય પર પહોંચી શકી નથી અને બેઠકમાં સર્વાનુમતિ સાધી શકાઇ નથી. હવે બપોરે ફરી બેઠક યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે.

બેઠકમાં તૃણમૂલના નેતાઓનું કહેવું હતું કે જ્યારે રાજ્યોમાં પણ આ કાયદો અમલી બનાવવાનો છે, ત્યારે રાજ્યો સાથે આ બિલ પર વાત કેમ કરવામાં આવી નથી? તેમનું કહેવું હતું કે આ બિલ પર સર્વાનુમતિ માટે રાજ્યો સાથે ચર્ચા કરવી જોઇતી હતી. ત્યાર બાદ બિલની રૂપરેખા તૈયાર કરવી જોઇતી હતી.

સમાજવાદી પાર્ટીએ પણ સ્પષ્ટ રીતે જાહેરમાં સહમતિથી સેક્સની ઉમંર 18થી ઘટાડીને 16 કરવાનો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ આ બિલને ઝડપી મંજૂરી મળે તેમ ઇચ્છે છે પણ તેને સહમતિથી સેક્સની વય ઘટાડવા સામે વિરોધ છે. સમાજવાદી પાર્ટીએ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

નોંધપાત્ર બાબત છે કે એન્ટિ રેપ બિલ પર મંત્રી સમૂહ અને કેબિનેટની મહોર લાગી ચૂકી છે. આજે સર્વપક્ષીય બેઠકમાં પાર્ટીઓએ તેમના મત વ્યક્ત કરી તેને સમર્થન આપવું કે નહીં તેનો નિર્ણય લેવાનો હતો.

English summary
All-party meet on anti-rape Bill fails to reach consensus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more