UP: જાતિ આધારિત રાજકીય રેલીઓ પર હાઇકોર્ટે લગાવ્યો પ્રતિબંધ

ન્યાયમૂર્તિ ઉમાનાથ સિંહ તથા ન્યાયમૂર્તિ મહેન્દ્ર દયાલની ખંડપીઠે આ આદેશ સ્થાનિક વકીલ મોતીલાલ યાદવની જનહિત યાચિકા પર આપ્યો છે. અરજીકર્તાનું કહેવું હતું કે ઉત્તર પ્રદેશમાં જાતિઓ પર આધારિત રાજકીય રેલીઓની લાઇન લાગી ગઇ હતી અને રાજકીય પક્ષો બ્રાહ્મણ રેલી, ક્ષત્રિય રેલી, વૈશ્ય સંમેલન વગેરે નામ આપીને અંધાધૂન જાતિઓ રેલીઓ કરી રહી છે.
અરજીકર્તાનો તર્ક હતો કે આનાથી સામાજિક એકતા તથા સમરસતાને નુકસાન થઇ રહ્યું છે, આવી જાતિય રેલીઓ તથા સંમેલન સમાજમાં લોકો વચ્ચે ઝેર ઘોળવાનું કામ કરે છે, જે સંવિધાનની મંશા વિરૂદ્ધ છે.
બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અધિક સોલિસીટર જનરલ બુલબુલ ગોદિયાલ રજૂ થઇ. અરજીકર્તાએ અરજીમાં કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર, રાષ્ટ્રીય ચૂંટણી પંચ અને કોંગ્રેસ, ભાજપ, સપા તથા બસપાને પક્ષકાર બનાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા બસપાએ પ્રદેશના લગભગ 40 જિલ્લાઓમાં બ્રાહ્મણ ભાઇચારા સંમેલન આયોજિત કર્યા હતા. આ ઉપરાંત સપાએ ગત મહિને લખનઉમાં આવું સંમેલન કર્યું હતું. આ સાથે-સાથે તેમને મુસ્લિમ સંમેલન પણ આયોજિત કર્યા હતા.












Click it and Unblock the Notifications
