પૉર્નથી લઇને સેલ્ફી સુધી, પરફ્યૂમ સ્પેશિયાલિસ્ટ મોનિકાના હત્યારાએ કર્યા 10 મોટા ખુલાસા

Subscribe to Oneindia News

પરફ્યૂમસ્પેશિયાલિસ્ટ મોનિકા ઘુરડેની હત્યા કરનાર સિક્યોરિટી ગાર્ડે પોલિસ પૂછપરછમાં ઘણા એવા ખુલાસા કર્યા છે જેનાથી સૌ કોઇ ચોંકી ગયા છે. તેણે પોલિસને જણાવ્યું કે આખી ઘટનાને પહેલેથી પ્લાન કરીને અંજામ આપવામાં આવ્યો. વાંચો, છેવટે કેવી રીતે આરોપીએ કબૂલ કર્યો પોતાનો ગુનો અને કર્યા 10 મોટા ખુલાસા.

monica 1

1. હત્યા બાદ રસોડામાં જઇને બાફ્યા ઇંડા

મોનિકાની હત્યા બાદ આરોપી રાજકુમાર સિંહે રસોડામાં જઇને ઇંડા બાફ્યા. સરસ રીતે ઇંડા બાફ્યા બાદ તેણે ત્યાં જ ખાધા અને થોડી વાર સુધી આરામથી ટહેલતો રહ્યો.

2. બાથરુમમાં જઇને બનાવી દાઢી

મોનિકાને બેભાન સમજીને રાજકુમાર બાથરુમમાં ગયો અને ત્યાં દાઢી બનાવી. તેણે ત્યાં પડેલી વસ્તુઓના ઉપયોગ કર્યો. હાથમોઢુ ધોયુ અને પછી બહાર નીકળ્યો. તેણે ઘરમાં પડેલા નાસ્તા પણ ખાધા.

monica 2


3. વિચાર્યુ હતુ બેભાન થઇ છે પણ તે મરી ગઇ હતી

રાજકુમારે મોનિકાનું મોઢુ ઘણી વાર સુધી દબાવી રાખ્યુ હતુ. તેને બેભાન સમજીને તે રસોડામાં જતો રહ્યો. પરંતુ જ્યારે તે પાછો આવ્યો તો મોનિકાના શ્વાસ થંભી ગયા હતા. તેની મોતની ખબર પડતા જ તે ત્યાંથી ભાગી ગયો.


4. ફેસબુક પર અપલોડ કરી સેલ્ફી

અહેવાલ મુજબ, હત્યા બાદ રાજકુમાર મોનિકાના ઘરેથી નીકળ્યો અને આગળ જઇને કપડાની દુકાન સામે જઇને સેલ્ફી લીધી. તેણે સેલ્ફી ફેસબુક પર અપલોડ પણ કરી. આ ફોટા દ્વારા જ પોલિસને તેને પકડવાનો સુરાગ મળ્યો.

monica 3

5. મોનિકાના એકાઉંટમાંથી કાઢ્યા 50000 રુપિયા

મામલાની તપાસ કરી રહેલી ગોવા પોલિસે તેના મોબાઇલને સર્વિલાંસ પર લગાવ્યો હતો, જેના દ્વારા તેનુ લોકેશન જાણવા મળ્યુ. રાજકુમારે મોનિકાના એકાઉંટમાંથી 50000 રુપિયા કાઢ્યા હતા. એટીએમના સીસીટીવી ફૂટેજથી ઓળખ થયા બાદ તેની બેંગલોરથી ધરપકડ કરવામાં આવી.

monica 4

6. અશ્લીલ વીડિયો બનાવીને કરવા માંગતો હતો બ્લેક્મેલ

મોનિકાની લાશ તેના બેડરુમમાંથી મળી હતી. તેના હાથ બેડ સાથે બાંધેલા હતા. પોલિસ પૂછપરછમાં રાજકુમારે ખુલાસો કર્યો કી તે મોનિકાને ન્યૂડ કરી તેનો વીડિયો બનાવવા માંગતો હતો, જેથી બાદમાં તેને બ્લેકમેલ કરી શકે.

monica 5

7. હત્યા પહેલા પૉર્ન બતાવીને કર્યો બળાત્કાર

આરોપી રાજકુમારે મોનિકાની હત્યા પહેલા તેને પૉર્ન ફિલ્મ બતાડી હતી અને પછી તેની પર બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ તેણે ઘણા સમય સુધી મોનિકાનું મોઢુ તકિયાથી દબાવી રાખ્યુ હતુ. હાથ બાંધેલા હોવાના કારણે તે પોતાનો બચાવ પણ કરી શકી નહોતી.

monica 6

8. મોઢુ બંધ કરીને પહેલા બાથરુમમાં લઇ ગયો

રાજકુમારે પોલિસને જણાવ્યું કે હત્યાની યોજના બનાવીને તે ચોરીછૂપે ઍપાર્ટમેંટમાં દાખલ થયો અને ત્રણ દિવસ સુધી ધાબા પર છૂપાઇ રહ્યો. 5 ઑક્ટોબરની રાતે તેણે ઘટનાને અંજામ આપવાનું નક્કી કર્યુ. તેણે મોનિકાના ફ્લેટનો દરવાજો ખખડાવ્યો અને ચાકૂની અણીએ જબરદસ્તીથી અંદર ઘૂસી ગયો. ત્યારબાદ મોનિકાનુ મોઢુ બંધ કરીને તેને બાથરુમમાં લઇ ગયો. આનાથી ડરીને મોનિકા ત્યાં જ બેભાન થઇ ગઇ હતી. ઘટનાને અંજામ આપીને 6 ઑક્ટોબરે સવારે સાડા ત્રણ વાગે તે બિલ્ડિંગમાંથી નીકળ્યો.

monia 7

9. પહેલા દિવસથી મોનિકા પર હતી નજર

મોનિકાની બેભાન અવસ્થા દરમિયાન રાજકુમારે તેના હાથ-પગ બેડ સાથે બાંધી દીધા અને ભાનમાં આવતા તેની પાસે પૈસાની માંગણી કરી. રાજકુમારને મોનિકાએ પોતાના પર્સમાંથી 4000 રુપિયા લઇ લેવા કહ્યુ અને પોતાનુ એટીએમ કાર્ડ પણ તેને આપી તેનો પિન બતાવી દીધો. આરોપીની નજરમાં ત્યારથી જ આવી ગઇ હતી જ્યારે પહેલી વાર મોનિકા ત્યાં ફ્લેટ ખાલી હોવાની માહિતી લેવા આવી હતી. જ્યારે મોનિકા તેમાં રહેવા લાગી તો તે તેના પર નજર રાખવા લાગ્યો. તે કૉમ્પ્લેક્સમાં સિક્યોરિટી ગાર્ડ ઉપરાંત કાર ધોવાનું કામ પણ કરતો હતો. તે મોનિકાની કાર પણ ધોતો હતો.

monica 7


10. એક છત્રી છે સમગ્ર ઘટનાક્રમનુ કારણ

રાજકુમાર પર ઍપાર્ટમેંટના ઘણા લોકોએ અલગ-અલગ આરોપો લગાવ્યા હતા. મોનિકાએ તેના પર છત્રી ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદમાં તેની પાસેથી મળી પણ હતી. આ મામલે ફસાયા બાદ રાજકુમારની નોકરી જતી રહી હતી અને સિક્યોરિટી એજંસીએ તેનો બે મહિનાનો પગાર (લગભગ 22000 રુપિયા) આપ્યો નહોતો. તેણે મોનિકાને ફરિયાદ પાછી ખેંચવા કહ્યું, પરંતુ જ્યારે તે ન માની તો તેણે તેની હત્યાનું કાવતરુ ઘડી નાખ્યુ.

English summary
Alleged Killer of perfumer monika ghurde reveals 10 points during interrogation
Please Wait while comments are loading...