સપામાં પરત ફરવાની વાત અફવાઃ અમર સિંહ

AMAR SINGH
લખનૌ, 4 નવેંબરઃ ઉત્તર પ્રદેશની કાનપુર પોલીસ તરફથી રાજ્યસભાના સાંસદ અમર સિંહ અને તેમની પત્ની વિરુદ્ધ કથિત ત્રણ વર્ષ જૂના છેતરપિંડી અને ઉચાપાત મામલે અંતિમ અહેવાલ દાખલ કરવામાં આવ્યા પછી અમર સિંહ સમાજવાદી પાર્ટીમાં પરત ફરે તેવી અટકળો તેજ બની ગઇ છે.

જોકે, એક સમાચાર પત્રના અહેવાલ અનુસાર અમર સિંહે આ મામલે પોતનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે મુલાયમ સિંહ સાથેના મતભેદોને તેઓ હજુ સુધી ભુલાવી શક્યા નથી. મીડિયામાં તેમનું સપામાં પરત ફરવા અંગેના સમાચારોને તેમણે સંપૂર્ણ પણે વખોડી કાઢ્યા છે અને તેને અફવા ગણાવી એ વાતને નકારી છે.

અહેવાલ અનુસાર, અમર સિંહે એમ પણ કહ્યું કે તેમણે કોઇપણ પ્રકારની છેતરપિંડી કરી નથી, તેથી આ મામલામાં કોઇપણ પ્રકારની મદદ મેળવવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

એક સમયે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા રહેલા અમર સિંહને પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવા બદલ ફેબ્રુઆરી 2010માં પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની કાનપુર પોલીસે એક મહત્વપુર્ણ પગલું ઉઠાવતાં રાજ્યસભા સાંસદ અમર સિંહ અને તેમની પત્ની પંકજા વિરુદ્ધ કથિત છેતરપિંડી અને ઉચાપાત મામલે ટૂંક સમયમાં અંતિમ અહેવાલ રજૂ કરી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, પોલીસે કાનપુર જિલ્લા મેજિસ્ટ્રેટની અદાલતમાં શનિવારે દાખલ પોતાના અહેવાલમાં કહ્યું છે કે આ મામલે આરોપીઓ વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા મળ્યા નથી.

શિવકાંત ત્રિપાઠી નામની વ્યક્તિએ 15 ઓક્ટોબર 2009ને અમર સિંહ પર સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં ઉત્તર પ્રદેશ વિકાસ પરિષદના અધ્યક્ષ પદનો દુરુપ્યોગ કરવાનો તથા 500 કરોડ રૂપિયાની ઉચાપાત કરવાનો આરોપ લગાવી બાબુપુરાવા પોલીસ મથકે ધનશોધન કાયદા તથા ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X