For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદથી બાલટાલ ટ્રેક ખરાબ થતા અમરનાથ યાત્રા રોકવામાં આવી

દર વર્ષે થતી અમરનાથ યાત્રાને આ વખતે ભારે વરસાદને કારણે અસ્થાઈ રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દર વર્ષે થતી અમરનાથ યાત્રાને આ વખતે ભારે વરસાદને કારણે અસ્થાઈ રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. આ યાત્રા બુધવારે શરૂ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ રવાના થયા હતા પરંતુ ભારે વરસાદને કારણે આ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. બધા શ્રધ્ધાળુઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે પોતાના કેમ્પમાં ચાલ્યા જાય કારણકે બાલટાલ ટ્રેક ઘણો ખરાબ થઈ જવાથી યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.

3000 લોકોનું પહેલુ જૂથ

3000 લોકોનું પહેલુ જૂથ

તમામ અધિકારીઓને આ રુટ ફરીથી રિપેર કરવા માટે કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેથી ફરીથી આ રુટ પર અવરજવર થઈ શકે. તમને જણાવી દઈએ કે આ વખતે બે લાખથી વધુ શ્રધ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી હતી. ત્યારબાદ 3000 લોકોનું પહેલુ જૂથ જમ્મુ કાશ્મીરના બેઝ કેમ્પમાં કડક સુરક્ષા વ્યવસ્થા સાથે રવાના કરવામાં આવ્યુ હતુ. પરંતુ ખરાબ હવામાનના કારણે તેમજ ભારે વરસાદના કારણે આ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે.

40000 સુરક્ષાકર્મીઓ તૈનાત

40000 સુરક્ષાકર્મીઓ તૈનાત

તમને જણાવી દઈએ કે આ વખતે પ્રશાસન રેડિયો ફ્રિક્વન્સીનો ઉપયોગ રસ્તા પર નજર રાખવા માટે કરી રહ્યા છે જેથી તે માલૂમ પડી શકે કે કયા વાહનો અમરનાથ ગુફા તરફ જઈ રહ્યા છે. વળી, રસ્તામાં સીઆરપીએફના જવાનોને કેમેરા અને સુરક્ષા ઉપકરણો સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિ સામે રક્ષણ મેળવી શકાય. આ રસ્તા પર 40000 સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. જેમા જમ્મુ કાશ્મીર પોલિસના જવાન, ભારતીય સેના, એનડીઆરએફના જવાન પણ શામેલ છે.

દરેક જગ્યા પર નજર

દરેક જગ્યા પર નજર

આતંકી હુમલાઓથી બચવા અને કોઈ પણ પ્રકારની અનહોનીને ટાળવા માટે અમરનાથ તરફ જતા દરેક રસ્તા પર સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. સેનાના સીનિયર અધિકારીએ જણાવ્યુ કે પ્રત્યેક શ્રધ્ધાળુઓના વાહન આ યાત્રાનો હિસ્સો છે. એટલા માટે તેમને આરએફઆઈડી (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન) થી જોડી દેવામાં આવ્યા છે જેને મોનિટર રૂમમાંથી કંટ્રોલ કરવામાં આવશે.

English summary
Amarnath yatra temporarily suspended due to heavy rains. Pilgrims asked to to back to their camps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X