For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંક પર ભારે પડી આસ્થા, 3000 શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો રવાના

અમરનાથ યાત્રાનો બીજો જથ્થો થયો રવાના. આંતકી હુમલા પછી પણ 3000 શ્રદ્ધાળુઓ બાબા અમરનાથને જોવા થયા રવાના. વધુમાં હુમલા પછી અનેક પાર્ટીઓએ જમ્મુમાં જાહેર કર્યો બંધ.

|
Google Oneindia Gujarati News

સોમવારે રાતે અમરનાથ યાત્રાની બસ પર થયેલા આતંકી હુમલા પછી મંગળવારે સવારે જમ્મુ બેઝ કેમ્પ પરથી સવારે 3:15 વાગે 3000 શ્રદ્ધાળુઓનું બીજું જૂથ પહેલગામ વાળા રસ્તેથી દર્શન કરવા માટે રવાના થયું છે. આ જૂથમાં 1529 પુરુષ અને 537 મહિલાઓ સમેત 250 સાધુ છે. જો કે હુમલા બાદ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા વધુ સધન કરવામાં આવી છે. પણ તે સાથે જ યાત્રાળુઓએ પણ હુમલા બાદ અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય કરી વહેલી સવારે જ હર હર ભોલેના નાદ સાથે દર્શન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.

yatra

ઉલ્લેખનીય છે કે આતંકી હુમલામાં જે લોકોના મોત થયા છે તેમના શબને માદરે વતન લઇ આવવા માટે એક હોલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. વધુમાં ઇજાગ્રસ્તોને પણ સુરત લાવવા માટે એક દિલ્હીથી એક ફ્લાઇટની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. વધુમાં અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં નેશનલ કોંફેસ, કોંગ્રેસ, વિહપ અને જેકેએનપીપી સહિત અનેક રાજનૈતિક દળોએ આજે જમ્મુ બંધનું એલાન કર્યું છે.

English summary
Undeterred by Monday terror attack on a bus carrying Amarnath pilgrims in Anantnag district, over 3,000 yatris including women left Jammu for darshan of the ice-lingam in South Kashmir Himalayas during wee hours of Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X