For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમણને કારણે આ વખતે અમરનાથની યાત્રા માત્ર 15 દિવસ થઈ શકશે

કોરોના સંક્રમણને કારણે આ વખતે અમરનાથની યાત્રા માત્ર 15 દિવસ થઈ શકશે

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણને જોતા આ વર્ષે અમરનાથ યાત્રા માત્ર 15 દિવસ સુધી જ થઈ શકે છે. સુત્રો તરફથી શુક્રવારે આ વાતની જાણકારી આપવાાં આવી છે. અગાઉ યાત્રા ટાળવાને લઈ વાત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે બાબા બર્ફાનીની પવિત્ર ગુફા સમુદ્રતટથી 3888 મીટરની ઉંચાઈ પર દક્ષિણ કાશ્મીરની પહાડીઓ પર સ્થિત છે. જણાવવામાં આવી રહ્યું કે આ વર્ષે યાત્રા બાલટાલ રૂટથી થશે, જે નાનો માર્ગ છે. અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે રસ્તા છે જેમાંથી પહેલો રસ્તો બાલટાલ દ્વારા જ્યારે બીજો રસ્તો પહલગામથી થઈને જાય છે.

amarnath yatra

સૂત્રોનું કહેવું છે કે આ ફેસલો ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ તરફથી આયોજિત બેઠકમાં લેવાયો છે. દરમિયાન બેઠકમાં ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમ, ઉપરાજ્યપાલ કે પરિંસિપલ સેક્રેટરી બિપુલ પાઠક અને ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર હતા. બેઠક બાદ ગાંદરબલના ડેપ્યૂટી કમિશ્નરને બાલટાલ રૂટ ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સરકારે આ વાર્ષીક તીર્થ યાત્રા માટે 42 દિવસની સમયસીમાનો ફેસલો લીધો હતો.

અમરનાથ યાત્રા બે ટરેક અનંતનાગ જલ્લાના પહલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ દ્વારા 23 જૂનના રોજ પ્રસ્તાવિત હતી. આની સાથે જ આ યાત્રા 3 ઓગસ્ટે શરામણ પૂર્ણિમા રક્ષાબંધનના દિવસે પૂરી થનાર હતી. ગત વર્ષે યાત્રા આતંકી હુમલાના ઈંટેલિજેન્સ ઈનપુટને જોતાં સમય પહેલા સમાપ્ત કરી દેવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018માં આ યાત્રા 60 દિવસ સુધી આયોજત થઈ હતી. તીર્થયાત્રાને લઈ મુર્મીએ કહ્યું કે અમરનાથ યાત્રા અને બુદ્ધ અમરનાથ યાત્રા માટે આયોજન પર કોરોના મહામારીને જઈ સમયે સમયે સ્થિતની સમીક્ષા કર્યા બાદ જ યોગ્ય ફેલો લેવામાં આવી શકે છે.

જ્યારે ભારતે ચીનને ઘરમાં ઘૂસીને માર્યું હતું, 3 દિવસમાં 300 ચીની સૈનિકોને ઠાર માર્યા હતાજ્યારે ભારતે ચીનને ઘરમાં ઘૂસીને માર્યું હતું, 3 દિવસમાં 300 ચીની સૈનિકોને ઠાર માર્યા હતા

English summary
amarnath yatra will be held only for 15 days due to coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X