1 જુલાઇથી શરૂ થશે બર્ફાની બાબાની યાત્રા, ડ્રોનથી રખાશે નજર, આ રીતે કરો રજિસ્ટ્રેશન
આ વર્ષની બાબા અમરનાથ બર્ફાની બાબાની યાત્રા શરૂ થવામાં માત્ર 5 દિવસ બાકી છે. આ મંદિર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. સુરક્ષા દળોએ યાત્રા પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સઘન બનાવી દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન કેમેરાની મદદથી સુરક્ષા દળોએ દેખરેખ શરૂ કરી દીધી છે. જેના દ્વારા દરેક ખૂણે ખૂણે તીખી નજર રહેશે. ડ્રોન દરેક શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખશે.

62 દિવસની આ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. જેના માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ યાત્રા મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં પહેલગામ અને બાલતાલના નુનવાનના બે પરંપરાગત માર્ગોથી શરૂ થશે, જે 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. યાત્રાનું આયોજન કરનાર ભક્તોએ ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 3 સ્ટેપમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો.
સ્ટેપ 1: અમરનાથ યાત્રા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન માટે વેબસાઇટ jksasb.nic.in ની મુલાકાત લો
સ્ટેપ 2: સૂચનાઓને કાળજીપૂર્વક વાંચ્યા પછી, સંમતિ બોક્સને ચેક કરીને આગળ વધો
સ્ટેપ 3: તમારો માર્ગ બાલટાલ અથવા પહેલગામ પસંદ કરો.
અમરનાથ યાત્રાના બે રૂટ
પ્રથમ- પહેલગામ રૂટ દ્વારા મુસાફરી. તે 46 થી 48 કિલોમીટર લાંબો છે. જે પૂર્ણ થવામાં લગભગ 5 દિવસનો સમય લાગે છે.
બીજું- બાલટાલ માર્ગે મુસાફરી. તે 14 થી 16 કિલોમીટર લાંબો છે. તેમાં સિધુ ચઢાણ વધુ છે. તે ખૂબ જ મુશ્કેલ રસ્તો છે.












Click it and Unblock the Notifications
