For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકતંત્ર જોખમમાં છે, ભાજપ બદઈરાદા સાથે સત્તામાં આવીઃ અમર્ત્ય સેન

મોદી સરકારના વિવેચક તરીકે જાણીતા અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને ફરીથી એક વાર ભાજપ સરકાર પર મોટો હુમલો કરતા વિપક્ષને એક થવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના વિવેચક તરીકે જાણીતા અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને ફરીથી એક વાર ભાજપ સરકાર પર મોટો હુમલો કરતા વિપક્ષને એક થવા માટે કહ્યુ છે. સેને કહ્યુ કે બધી બિન સાંપ્રદાયિક તાકાતોને 2019 માં એક થવુ જોઈએ એટલુ જ નહિ ડાબેરી પક્ષોએ પણ તેમની સાથે આવવાથી પાછળ ન હટવુ જોઈએ કારણકે લોકતંત્ર જોખમમાં છે.

ભાજપને મળ્યા માત્ર 31 ટકા મત

ભાજપને મળ્યા માત્ર 31 ટકા મત

અમર્ત્ય સેને કહ્યુ કે આપણે ચોક્કસપણે નિરંકુશતા સામે એક થઈને આનો વિરોધ કરવો જોઈએ લોકતંત્ર જોખમમાં છે. તેમણે કહ્યુ કે જ્યારે વાત સાંપ્રદાયિકતા સાથે લડવાની આવે તો તમામ અન્ય મુદ્દાઓને પાછળ મૂકીને આની સામે આવવું જોઈએ આ દેશ માટે સૌથી મોટુ જોખમ છે. કેન્દ્ર સરકારની ટીકા કરતા સેને કહ્યુ કે 2014 માં ભાજપને માત્ર 31 ટકા મતો મળ્યા હતા અને તે બદઈરાદા સાથે સત્તામાં આવી હતી.

આ પણ વાંચોઃઅમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી, 1 નું મોત, મેવાણીનો ભાજપ પર આક્ષેપઆ પણ વાંચોઃઅમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી, 1 નું મોત, મેવાણીનો ભાજપ પર આક્ષેપ

લોકતંત્ર જોખમમાં

લોકતંત્ર જોખમમાં

નોબેલ પુરસ્કાર વિજેતા સેને આ નિવેદન શિશિર મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ છે. તેમણે કહ્યુ કે દેશનું લોકતંત્ર જોખમમાં છે અને લોકો પોતાની કોશિશોથી જ આને બચાવી શકે છે. સેને કહ્યુ કે મે સાંભળ્યુ છે કે એ પ્રકારની ચર્ચાઓ છે કે પશ્ચિમ બંગાળમાં નિરંકુશતાને ખતમ કરવા માટે ભાજપ એક મજબૂત વિકલ્પ છે, જ્યારે સીપીઆઈ, માર્ક્સવાદી નબળા છે. આ કયા પ્રકારનો તર્ક છે. આપણે આપણી જ જમીન પર એવુ બીજ વાવી રહ્યા છે કે જે ઘણા સમય બાદ ઝેરનું વૃક્ષ બનીને સામે આવશે. જેને ખતમ કરવામાં ઘણો સમય અને સંઘર્ષ લાગશે.

અર્થવ્યવસ્થા ખાડે ગઈ

અર્થવ્યવસ્થા ખાડે ગઈ

આ પહેલા અમર્ત્ય સેને કહ્યુ હતુ કે ભારત સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હોવા છતાં 2014 થી ખોટી દિશામાં લાંબી લગાવી છે. તેમણે કહ્યુ કે પાછળ જવાનું કારણ દેશ આ ક્ષેત્રમાં બીજો સૌથી ખરાબ દેશ છે. સેને શિક્ષણ અને આરોગ્ય અંગે સરકારની આકરી ટીકા કરી હતી. સેને કહ્યુ હતુ કે આપણે ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થામાં પાછળની તરફ જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલને મળ્યું મમતા બેનરજીનું સમર્થન, મળવા આવશે ડેલિગેશનઆ પણ વાંચોઃ હાર્દિક પટેલને મળ્યું મમતા બેનરજીનું સમર્થન, મળવા આવશે ડેલિગેશન

English summary
amartya Sen says democracy is in danger party with 31 percent vote came in power in 2014 with wrong intention.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X