Ambala Cant Result : કોણ છે છ વખતના ધારાસભ્ચ અનિલ વિજને ટક્કર આપનાર Chitra Sawara?
Haryana Anil Vij Election Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જેમ જેમ સાફ થઈ રહ્યાં છે તેમ તેમ ચૌકાવી રહ્યાં છે.
રાજ્યમાં એક તરફ એક્ઝિટ પોલથી વિપરીત બીજેપી ચૂંટણીમાં બહુમતિ મેળવતી જોવા મળી રહી છે તો બીજી તરફ બીજેપીના જ દિગ્ગજ નેતાઓને કાંટાની ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે.

હરિયાણા બીજેપીમાં ઉત્સવના માહોલ વચ્ચે રાજ્યના દિગ્ગજ નેતા અને 6 વખતના ધારાસભ્ય અનિલ વીજને કાંટાની ટક્કર મળી રહી છે. અંબાલા કેંટ સીટ પર એક અપક્ષ ઉમેદવાર તેમને કાંટાની ટક્કર આપી રહ્યાં છે.
અહીં અપક્ષ ઉમેદવાર ચિત્રા સરવરા અનિલ વિજથી થોડા રાઉન્ડમાં આગળ હતા. આ પછી સાતમા રાઉન્ડમાં તે 23143 મતો સાથે બીજા સ્થાને હતા. વિજ અને ચિત્રા વચ્ચે માત્ર 1077 મતોનો તફાવત હતો.
સમાચાર લખાય છે ત્યાં સુધી ચૂંટણી પંચના આંકડા મુજબ અનિલ વિજ 24220 મતો સાથે પ્રથમ ક્રમે છે. જણાવી દઈએ કે ચિત્રા સરવરા હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપના દિગ્ગજ નેતા અનિલ વિજ સામે ચૂંટણી લડી રહી છે, જે છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
અનિલ વિજ અંબાલા કેન્ટથી છ વખત ભાજપના ધારાસભ્ય છે. કોંગ્રેસના પરવિંદર પાલ પરી સાથે તેમની ટક્કર હોવાની ચર્ચા હતી. પરંતુ ટ્રેન્ડ મુજબ અપક્ષ ઉમેદવાર ચિત્રા સાવરા તેમને પડકાર આપતા જોવા મળે છે.
અનિલ વિજે તો ત્યાં સુધી કહ્યું છે કે જો ભાજપ વિધાનસભા ચૂંટણી જીતશે તો તેઓ મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરશે. ચૂંટણી પંચના વલણો અનુસાર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 50 બેઠકો પર આગળ છે. અહીં કોંગ્રેસ 35 બેઠકો પર આગળ છે.












Click it and Unblock the Notifications
