ઇન્દુ મીલમાં બનશે બાબા સાહેબ આંબેડકરનું સ્મારક

baba ambedkar
મુંબઇ, 5 ડિસેમ્બર: મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે મુંબઇમાં ઇન્દુ મીલને હટાવીને ત્યાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું સ્મારક બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે ભીમરાવ આંબેડકર સ્મારકના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકારને ઇન્દુ મીલનું હસ્તાંતરણ કરવાનો આદેશ જારી કર્યો છે.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા રામદાસ આઠવલેએ બાબા સાહેબ આંબેડકરના સ્મારકના નિર્માણ માટે ઇન્ડિયા યુનાઇટેડ મીલની જમીન સોંપવાના સંબંધમાં કેન્દ્રની જાહેરાતનું સ્વાગત કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્મા દ્વારા આજે લોકસભામાં આપેલા ભાષણ પર આઠવલેએ કેન્દ્રનો આભાર માનતા જણાવ્યું કે આંબેડકરના લાખો અનુયાયીઓની લાંબા સમયની માંગ પૂરી થવા જઇ રહી છે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારને હવે 14 એપ્રિલ સુધી જમીનના વાસ્તવીક અંતરણમાં મદદ કરવી જોઇએ. અનેક આંબેડકર અનુયાયીઓ અત્રે ઉપસ્થીત રહે તેવી સંભાવના છે. ભારતીય સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકરની આવતીકાલની પુણ્યતિથિ છે. આ પહેલા આઠવલેએ જણાવ્યું હતું કે જો કેન્દ્રએ જમીન સોંપવાનો આદેશ નહી આપ્યો તો તેની પર જબરદસ્તી કબજો જમાવી લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X