Amethi Lok Sabha Election Result 2024 : કોણ છે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની ઘરવાપસી કરાવનારા કિશોરી લાલ શર્મા?
Amethi Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી સાથે સાથે ગેસ સિલિન્ડર ફેમ બડબોલી નેતા સ્મૃતિ ઈરાનીની હાલત પણ ખરાબ છે. રાહુલ ગાંધીને લલકારનારી સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરીલાલ શર્મા સામે હારતી જોવા મળી રહી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી લોકસભા સીટ પરથી ખૂબ પાછળ ચાલી રહી છે. અહીં 64,000થી વધુ મતોથી સ્મૃતિ ઈરાની પાછળ છે.

અહીં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કિશોરી લાલ શર્મા જીતતા જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસની વ્યૂહરચના અને આક્રમક ચૂંટણી પ્રચાર સંભવતઃ ચૂંટણી પરિણામોમાં કામ કરી રહ્યું છે અને સ્મૃતિ ઈરાની આ બેઠક પરથી હારી શકે છે.
કેએલ શર્મા ગાંધી પરિવારના જૂના પરિચિત છે. તેઓ પરિવારના નજીકના સહયોગી રહ્યા છે અને લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ પાર્ટીની બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે અને ગાંધી પરિવારના ચૂંટણી પ્રચારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
કેએલ શર્મા રાજીવ ગાંધીના નજીકના મિત્ર હતા અને તેમની સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. અમેઠીમાં 1983 અને 1991ની ચૂંટણીમાં તેઓ મુખ્ય ખેલાડી હતા, તેમણે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવામાં મદદ કરી હતી.
તેમણે 1999માં સોનિયા ગાંધીના પ્રથમ ચૂંટણી પ્રચારમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના પરિણામે અમેઠીમાં તેમની જીત થઈ હતી.
જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. કેએલ શર્મા ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ તમામ લોકોની નજર આ સીટ પર હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
