Amethi Lok Sabha Seat: ઉમેદવારી નોંધાવતા સમયે સાથે રહેશે ગાંધી પરિવાર, જાણો કોણ છે કેએલ શર્મા?
Amethi Lok Sabha Seat: લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પાંચમા તબક્કામાં અમેઠી લોકસભા સીટ પર મતદાન થશે. અમેઠી લોકસભા સીટ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં આજે છેલ્લા દિવસે કોંગ્રેસે આ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.
આ વખતે કોંગ્રેસે અમેઠી લોકસભા સીટ પરથી કિશોરી લાલ શર્મા એટલે કે કેએલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કેસી કૌશિક અને કિશોરી લાલ શર્મા ગુરુવારના રોજ અચાનક અમેઠી પહોંચી ગયા હતા, ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, ઉમેદવારનું નામ ફાઈનલ થઈ ગયું છે અને માત્ર જાહેરાત બાકી છે.
અમેઠી કિશોરી લાલ શર્માને ટિકિટ અપાયા બાદ જ્યારે મીડિયાકર્મીઓએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વાત કરી તો પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ કહ્યું કે, ઉમેદવાર સામે કોઈ નારાજગી નથી. એવું પણ જાણવા મળ્યું હતું કે, કેએલ શર્માના નોમિનેશનમાં ગાંધી પરિવાર સામેલ થશે.
30-35 વર્ષથી કામ કર્યું છે - આ વિશે ANI સાથે વાત કરતા અમેઠી નિવાસી કોંગ્રેસ કાર્યકર યોગેન્દ્ર યાદવે કહ્યું કે, કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવ્યા બાદ પાર્ટીમાં કોઈ નિરાશા નથી. અમે અહીંથી ચોક્કસપણે જીતીશું.

યોગેન્દ્ર યાદવે એમ પણ કહ્યું કે, કેએલ શર્મા પણ હવે (ગાંધી) પરિવારનો એક ભાગ છે. તેમણે 30-35 વર્ષ અમેઠીમાં ગાંધી પરિવાર માટે કામ કર્યું. તેમને દરેક બૂથ વિશે જાણકારી છે અને દરેક કાર્યકર્તાને જાણે છે.
યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવ્યા બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં કોઈ નારાજગી નથી. કેએલ શર્માના નામાંકન માટે ગાંધી પરિવાર આવી રહ્યો છે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે અહીં હશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ લોકસભા સીટ પરથી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારવામાં આવી છે. અહીંથી ઉમેદવારી નોંધાવવાની સાથે સ્મૃતિ ઈરાની સતત ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક કરી રહી છે.
અગાઉ એવી ચર્ચા હતી કે, ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, પરંતુ છેલ્લા દિવસે કોંગ્રેસ દ્વારા કિશોરી લાલ શર્માને અહીંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
#WATCH | Amethi, Uttar Pradesh: On KL Sharma's candidature from Amethi Lok Sabha seat, Congress worker Yogendra Mishra says, "There is no disappointment. We will definitely win from here. KL Sharma is also a part of the (Gandhi) family now. He has worked for Gandhi family in… pic.twitter.com/FmAlaLkPK0
— ANI (@ANI) May 3, 2024












Click it and Unblock the Notifications
