થોડીવારમાં જ દેશને સંબોધિત કરશે પીએમ મોદી
થોડીવારમાં જ દેશને સંબોધિત કરશે પીએમ મોદી
નવી દિલ્હીઃ દુનિયાના કેટલાય દેશોમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોનાવાઈરસના મામલા હવે આપણા દેશમાં પણ સતત સામે આવી રહ્યા છે. જો કે ભારતે કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે કેટલાય મહત્વના અને મજબૂત પગલાં ઉઠાવ્યાં છે. આ દરમિયાન પીએમ મોદી આજે દેશવાસીઓના નામ પોતાનો સંદેશ જાહેર કરશે. જણાવી દઈએ કે પીએમ મોદી સતત સ્વાસ્થ્ય અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીકોરોનાવાઈરસને રોકવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાંની જાણકારી લઈ રહ્યા છે. અહીં વાંચો પીએમ મોદીના સંબોધનની લાઈવ અપડેટ.

આ સમયે આખું વિશ્વ સંકટનાં એક ખૂબ જ ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ કુદરતી સંકટ આવે છે ત્યારે તે કેટલાક દેશો અથવા રાજ્યો પૂરતું મર્યાદિત હોય છે, પરંતુ આ વખતે આટલું સંકટ આવ્યું છે, જેનાથી સમગ્ર માનવ જાતિને વિશ્વભરમાં સંકટ મુકવામાં આવ્યું છે: મોદી












Click it and Unblock the Notifications
