Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારે સુરક્ષા વચ્ચે ઘાટીના લોકો આજે મનાવશે બકરી ઈદનો તહેવાર

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાયા બાદ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ભારે સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાયા બાદ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ભારે સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે ઘાટીના લોકો બકરી ઈદનો તહેવાર મનાવશે. કોઈ પણ પ્રકારની અનિચ્છીય ઘટનાને પહોંચી વળવા માટે સુરક્ષાકર્મીઓ સંપૂર્ણપણે તૈનાત છે. બધી ફોન લાઈન, ઈન્ટરનેટ સેવાને બંધ રાખવામાં આવી છે. સતત સાતમાં દિવસે પણ કર્ફ્યુ ચાલુ છે પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે બકરી ઈદ નિમિત્તિ થોડી રાહત જરૂર આપવામાં આવશે.

kashmir

તમામ ઈમામ સાથે બેઠક

શ્રીનગરના ડીએમ શાહિદ ચૌધરીએ જણાવ્યુ કે પ્રશાસને તમામ ઈમામ સાથે બેઠક કરી છે જેનાથી બકરી ઈદના પર્વે સંપૂર્ણ હર્ષોલ્લાસ સાથે મનાવી શકાય. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે બકરી ઈદની નમાઝ જામિયા મસ્જિદમાં થશે કે જે નૌહટ્ટામાં સૌથી મોટી મસ્જિદોમાંથી એક છે. વળી, જ્યારે પૂછવામાં આવ્યુ કે શનિવારે જ્યારે કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી હતી તો એક વાર ફરીથી કેમ વધારી દેવામાં આવી આના પર ચૌધરીએ કહ્યુ કે કલમ 144 હેઠળ લોકોની ભીડ લાગવા પર પ્રતિબંધ હોય છે જેને સંપૂર્ણપણે ક્યારેય ખતમ કરવામાં આવ્યુ નહોતુ. આ પ્રતિબંધ હંમેશાથી હતો. ટ્રાફિકની અવરજવરની અમુક વિસ્તારોમાં અનુમતિ આપવામાં આવી હતી.

ઈન્ટરનેટ સેવા ઠપ્પ

ડીડીપી દિલબાગ સિંહે જણાવ્યુ કે ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવા પર હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી કારણકે પ્રશાસનને એ અંગે શંકા છે કે કોઈ પણ પ્રકારની ભડકાઉ પોસ્ટ પાકિસ્તાન તરફથી સોશિયલ મીડિયા પર લોકોને ભડકાવી શકે છે. શ્રીનગરના એક વિસ્તારમાં છૂટક છૂટક પત્થરબાજીની ઘટનાનો એ અર્થ નથી કે આખી ઘાટીમાં સ્થિતિ ખરાબ છે. આ ઘટનાથી આખી ઘાટીની સ્થિતિનો અંદાજો ન લગાવી શકાય. આખો પ્રદેશ શાંતિપૂર્ણ છે. આ પહેલા ઘાટીમાં મોટી સંખ્યામાં પત્થરબાજી થતી હતી.

ફારુખ અબ્દુલ્લા પણ પઢશે નમાઝ

એક મોટા અધિકારીએ જણાવ્યુ કે પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાને ગુપકાર રોડ પર સ્થિત મસ્જિદમાં ઈદની નમાઝ પઢવાની અનુમતિ આપવામાં આવી છે. અહીં તમામ રાજનેતાઓને પણ નમાઝ પઢવાની અનુમતિ આપવામાં આવી છે. ઈન્ફોર્મર કમિશ્નર એમકે દ્વિવેદીએ જણાવ્યુ કે પ્રતિબંધ એટલા માટે ફરીથી લગાવવામાં આવ્યા છે જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને. તેમણે કહ્યુ કે કોઈ પણ પ્રકારની રાજકીય ભાષણબાજીની અનુમતિ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X