મણીપુરમાં હિંસા વચ્ચે માનવતા તાર તાર, મહિલાને નગ્ન ફેરવીને ગેંગ રેપ કર્યો, વીડિયો વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભેદી મૌન વચ્ચે મણીપુરના લોકો હિંસા વચ્ચે રહેવા મજબુર છે. આ હિંસા વચ્ચે હવે માનવતાને તાર તાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. એક મહિલાને પહેલા નગ્ન કરીને ફેરવી અને ત્યારબાદ ગેંગ રેપ કરાયાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ITLF ના એક નિવેદન અનુસાર, આ ઘટના 4 મેના રોજ બની હતી. હાલ વાયરલ થયેલી ક્લિપમાં બે મહિલાઓ ભીડ સામે નગ્ન થઈને પરેડ કરતી જોવા મળી રહી છે. આ પછી તેના પર ડાંગરના ખેતરમાં લઈ જઈ સામૂહિક બળાત્કાર ગુજારાયો.

Violence in Manipur

ITLFએ જણાવ્યુ કે, કેટલાક પુરુષો લાચાર મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળ્યા છે. મહિલા રડી રહી હતી અને મુક્ત થવા વિનંતી કરી રહી હતી. પરંતુ આરોપીને કોઈ ફરક ન પડ્યો.

અહેવાલો અનુસાર, આ નિર્દોષ મહિલાઓ પર થયેલા ભયાનક અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ આ વિસ્તારમાં તણાવની સ્થિતી છે. જો કે વન ઈન્ડિયા આ વીડિયોની પૃષ્ઠી નથી કરતુ. આ વિડીયો સામે આવ્યા બાદ કુકી સમાજમાં નારાજગી વધી છે.

જણાવી દઈએ કે, મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસક અથડામણ ચાલી રહી છે અને 100 થી વધુ લોકોના જીવ ગયા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં લડતા સમુદાયો પાસે હજુ પણ 600,000 થી વધુ રાઉન્ડ દારૂગોળો અને લગભગ 3000 હથિયાર છે. નિષ્ણાંતોએ રાજ્યમાં પ્રતિબંધિત આતંકવાદી જૂથોના ફરી ઉદભવની શક્યતા અંગે પણ ચેતવણી આપી છે.

સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સરકાર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગણી કરીને હંગામો કરવો યોગ્ય નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X