SC/ST એક્ટના વિરોધથી ડર્યુ ભાજપ? અમિત શાહે રદ કર્યો ઉજ્જૈન પ્રવાસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની ચૂંટણી જનસભા માટે મધ્યપ્રદેશ જવાનો પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો છે.

મધ્યપ્રદેશમાં SC/ST એક્ટ અંગે સવર્ણ સમાજના વિરોધે ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. વિરોધના કારણે ભાજપના નેતાઓએ પોતાના રૂટીન પ્રવાસને રદ કરવા પડ્યા છે. જો નેતા ક્યાંક જાય છે તો તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની ચૂંટણી જનસભા માટે મધ્યપ્રદેશ જવાનો પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. શાહ 12 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનથી મધ્યપ્રદેશ પ્રવાસની શરૂઆત કરવાના હતા.

અમિત શાહ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અમિત શાહે બુધવારે 12 સપ્ટેમ્બરે ખેડૂત સંમેલનમાં શામેલ થવાનુ હતુ. વળી, ખેડૂત પરિવાર સાથે ભોજનનું આયોજન હતુ. પરંતુ રાજ્યમાં SC/ST એક્ટ અંગે સવર્ણ સમાજના ભારે વિરોધના કારણે શાહે પોતાના કાર્યક્રમ રદ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે સવર્ણ સમાજે સમાજે સરકારને પડકાર આપતા કહ્યુ છે કે જો આ એક્ટ પાછો લેવામાં નહિ આવે તો સવર્ણ સમાજ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે.

ગ્વાલિયરમાં ભાજપ સાંસદ પ્રભાત ઝા ને પણ કાળા વાવટા બતાવવામાં આવ્યા. ભાજપમાં તો ઘણા પદાધિકારીઓએ રાજીનામા સુધી આપી દીધા છે. મધ્યપ્રદેશમાં આ પ્રદર્શન જોર પકડી રહ્યુ છે. લોકોએ રાજધાની ભોપાલમાં પ્રદર્શન દરમિયાન પીએમ મોદી સામે સૂત્રોચ્ચાર કર્યો. વળી, ગ્વાલિયરમાં ભાજપ સાંસદ અનુપ મિશ્રા અને સાંસદ પ્રભાત ઝાને પણ કાળા વાવટા બતાવવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X