For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Maharastra Border Dispute: બંને રાજ્યોના CM સાથે બેઠક કરી અમિત શાહે આપ્યો સમાધાન

છેલ્લા ઘણા સમયથી કર્ણાટકા અને મહારાષ્ટ્ર બોર્ડરને લઇને વિવાદ ચાલી રહ્યો છે. તેને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અદિકારીઓની હાજરીમાં બેઠક કરી હતી. જેમા અમુક મુદ્દા પર બંને રાજ્યોએ સહમતી

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર અને કર્ણાટકા વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદના સમાધાન માટે ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. બેઠક બાદ અમિત શાહે આની જાણકારી આપતા કહ્યુ કે મે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વરિષ્ઠ સાથીયો સાથેને અંહી બોલાવ્યા હતા. બંને પક્ષો સાથે ભારત સરકારના ગૃહ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં સારા મહોલમાં વાતચીત થઇ હતી. બંને પક્ષોએ સકારાત્મક બેઠક રહી હતી જેમા બંને પક્ષઓની સહમતી થઇ છી.

AMIT SHAH

જ્યાં સુધી સુપ્રિમ કોર્ટમાથી આ મામલાનો નિર્ણય ના આવે ત્યાં સુધી કોઇ પણ રાજ્ય દાવો કે માંગ નહી કરે. બંને રાજ્યોએ મળીને બંને તરપથી 3-3 મંત્રીને બેસાડવામાં આવશે અને ઉપરથી નીચે સુધી ભાગ કરવામાં આવશે. નાના નાના અન્ય મુદ્દા પણ બંને રાજ્યો વચ્ચે છે આવા મુદ્દાનું નિરાકરણ પણ 3-3 મંત્રીઓ જ કરશે. બંને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રહે, યાત્રીઓ અને વેપારીઓને કોઇ જ પ્રકારની મુશ્કેલી ના આપે.તેના માટે એક વરિષ્ઠ આઇપીએસની અધ્યક્ષતામાં બંને રાજ્યો કમિટી બનાવા માટે સહમત થઇ છે. જે કાયદો વ્યવાસ્થાને સંવિધાનને ધ્યાનમાં રાખીને સારુ કરવા પ્રયાસ કરવામાં આવશે.

આ વાત પણ ધ્યાનામાં આવી છે કે, ફેક ટ્વીટરે આ મામલામાં ભૂમિકા નિભાવી છે સર્વોચ્ચ નેતાઓએ ફૈક ટ્વીટરના માધ્યથી ખોટા સદેશા ફેલાવામાં આવ્યો છે. જ્યાં પણ આ પ્રકારની ફેક ટ્વીટરનો મામલો છે . ત્યાં એફઆઇઆર દાખલ કરવામાં આવશે. જે લોકોએ આ કર્યુ છે તેમને એક્સોપજ કરવામાં આવશે.બેઠકમાં સર્વસમ્મતિથી નિર્ણય થયો છે.

રાજનીતિક વિરોધ જે પણ હોય જે વિરોધ પક્ષમાં બેઠા છે સરકાર સામે રાજનીતક કાર્યકમ આપી શકે છે. પરંતુ રાજ્યની સરહદ પર વસતા લોકોના હિતમાં તેને રાજનીતિક મુદ્દો ના બનવામાં આવે. જે કમીટી બનવામાં આવી છે અને સુપ્રિમ કોર્ટના નિર્ણયની રાહ જોવામા આવે

English summary
Amit Shah cleared the way in the border dispute between the two states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X