For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના નવા અધ્યક્ષ અમિત શાહ વિશે થોડુ જાણવા જેવું!

|
Google Oneindia Gujarati News

ગુજરાતનાનવી દિલ્હી, 9 જુલાઇ: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અમિત શાહને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સૂત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અમિત શાહના નામ પર આરએસએસે પણ મહોર લગાવી દીધી હતી. આજે પાર્ટીની સંસદીય દળની બેઠકમાં તેમના નામ પર ઔપચારિક મહોર લાગી ગઇ છે. બેઠક બપોરે મળી હતી.

હાલના લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં મળેલી ચમત્કારિક સફળતાનો શ્રેય પાર્ટી પ્રભારી રહેલા અમિત શાહને આપવામાં આવે છે. સૂત્રો અનુસાર અમિત શાહનો કાર્યકાળ દોડ વર્ષનો હોઇ શકે છે. અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પોતાનું જોરદાર કામ કરી બતાવ્યું હતું હવે સમય છે તેમને ઇનામ મળવાનો. જોકે જેપી નેડ્ડા અને ઓપી માથુર જેવા દિગ્ગજોના નામ પણ હતા, પરંતુ સૂત્રો અનુસાર આજે જ્યારે સંસદીય દળની બેઠક મળશે તો માત્ર અમિત શાહનું નામ જ સામે આવશે.

છેલ્લા બે લોકસભા ચૂંટણીમાં 10 બેઠકો પર અટકેલી ભાજપને ઉત્તર પ્રદેશમાં આ વખતે 71 બેઠકો મળી છે. અમિત શાહે પોતાના સાંગઠનિક કૌશલથી સુસ્ત પડેલા પાર્ટી કાર્યકર્તાઓમાં પ્રાણ પૂરી દીધા. તેમણે ગામેગામ મોદીની લહેર પહોંચાડીને સામાજિક સમીકરણોની સ્થાપિત દીવારોને દોડી પાડી. જોકે બિઝનૌરની એક સભામાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ તેમની પર લાગ્યો હતો અને ચૂંટણીપંચે તેમના પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં તેમને ક્લિન ચિટ મળી ગઇ.

અમિત શાહના રાજનૈતિક જીવન પર એક નજર...

પાર્ટીના નવા અધ્યક્ષ બનશે અમિત શાહ

પાર્ટીના નવા અધ્યક્ષ બનશે અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અમિત શાહને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવશે. સૂત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અમિત શાહના નામ પર આરએસએસે પણ મહોર લગાવી દીધી છે. આજે પાર્ટીની સંસદીય દળની બેઠકમાં તેમના નામ પર ઔપચારિક મહોર લાગી શકે છે. બેઠક બપોરે થવાની છે.

રાજનૈતિક સક્રિયતાની શરૂઆત

રાજનૈતિક સક્રિયતાની શરૂઆત

1964માં એક કારોબારી પરિવારમાં જન્મેલા અમિત શાહે બીએસસી કર્યા બાદ થોડા દિવસ સ્ટોકબ્રોકરનું કામ પણ કર્યું હતું. રાજનૈતિક સક્રિયતાની શરૂઆત તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઇને કરી હતી

પાંચ વાર ગુજરાત વિધાનસભા માટે ચૂંટાયા

પાંચ વાર ગુજરાત વિધાનસભા માટે ચૂંટાયા

અમિત શાહે 1997થી સતત પાંચ વાર ગુજરાત વિધાનસભા માટે ચૂંટાયા હતા. મોદીએ 2003માં અમિત શાહને ગુજરાના ગૃહરાજ્યમંત્રી બનાવ્યા હતા.

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર

26 નવેમ્બર 2005ના રોજ ગાંધીનગરની પાસે થયેલા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલાએ અમિત શાહના રાજનૈતિક કરિયર પર ગ્રહણ લગાવી દીધું.

ત્રણ મહીના સાબરમતી જેલમાં રહેવું પડ્યું

ત્રણ મહીના સાબરમતી જેલમાં રહેવું પડ્યું

આ મામલામાં સીબીઆઇએ અમિત શાહ અને ગુજરાતના ઘણા પોલીસ અધિકારોની વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. 25 જુલાઇ 2010ના રોજ અમિત શાહની આ મામલે ધરપકડ પણ થઇ અને તેમને ત્રણ મહીના સુધી સાબરમતી જેલમાં પણ રહેવું પડ્યું.

અમિત શાહ પોતાને નિર્દોષ ગણાવે છે

અમિત શાહ પોતાને નિર્દોષ ગણાવે છે

અમિત શાહને જામીન તો મળી ગયા પરંતુ ગુજરાતમાં આવવા પર કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો હતો. સપ્ટેમ્બર 2012માં સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ હટાવી દીધો, પરંતુ કેસને મુંબઇ ટ્રાંસફર કરી દેવામાં આવ્યો. હાલમાં કેસ ચાલું છે અને અમિત શાહ પોતાને નિર્દોષ ગણાવે છે.

English summary
Amit Shah could be elected as BJP president today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X