આજથી અમિત શાહ પાંચ દિવસ માટે યુપીના પ્રવાસે

લખનઉ, 1 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી અમિત શાહ પહેલી ઓક્ટોબર એટલે કે આજથી ઉત્તર પ્રદેશનો પ્રવાસ શરૂ કરી રહ્યા છે. અમિત શાહનો ઉત્તર પ્રદેશ નો આ પ્રવાસ પાંચ દિવસ સુધી ચાલશે.

પાર્ટીથી મળેલી જાણકારી અનુસાર, શાહ 1 ઓક્ટોબરના રોજ લખનઉમાં, 2 ઓક્ટોબરના રોજ મથુરા નગલા ચંદ્રભાનમાં પં. દીન દયાલ ઉપાધ્યાયના જન્મ દિવસ પર આયોજિત સાર્વજનિક સભાને સંબોધિત કરશે, 3 ઓક્ટોબરના રોજ કાનપુરમાં ક્ષેત્રીય બેઠક તથા કાનપુર અને બુંદેલખંડના પૂર્વ જનપ્રતિનિધિયોની બેઠકમાં સામેલ થશે.

amit shah
ત્યારબાદ શાહ 4 ઓક્ટોબરના રોજ લખનઉમાં પ્રદેશ મહામંત્રિયો અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષોની સાથે બેઠક કરશે. પાંચ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય મંત્રી અને પ્રદેશ પ્રભારી શાહ બરેલીમાં રહેશે તથા ત્યાં બરેલી વિસ્તારની ક્ષેત્રીય બેઠક તથા બરેલી અને વૃજ ક્ષેત્રના પૂર્વજનપ્રતિનિધિઓની સાથે બેઠક કરશે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યારબાદ આવી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓના પગલે ભાજપે પૂર જોરશોરમાં પોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અને લોકો તરફથી ભાજપને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X