તમને 5 મિનિટ આપવામાં આવી હતી અને તમે સાડા 8 મિનિટ બોલી લીધુ, હવે ભાષણ ખતમ કરોઃ અમિત શાહ
હરિયાણાના સૂરજકુંડમાં આયોજિત કરવામાં આવેલી ચિંતન શિબિરમાં અમિત શાહે જાહેરમાં હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજની ઝાટકણી કાઢતો વીડિયો સામે આવ્યો છે.
હરિયાણાના સૂરજકુંડમાં આયોજિત કરવામાં આવેલી ચિંતન શિબિરમાં અમિત શાહે જાહેરમાં હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજની ઝાટકણી કાઢતો વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશની આંતરિક સુરક્ષાને લઈને હરિયાણામાં 2 દિવસીય ચિંતન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન હરિયાણાના ગૃહમંત્રીને અમિત શાહે લાંબુ ભાષણ આપવા બદલ જાહેરમાં ઝાટકી નાખ્યા.

અમિત શાહે તેમને ચાર વખત અટકાવ્યા
અનિલ વિજના સાડા આઠ મિનિટના લાંબા ભાષણ દરમિયાન અમિત શાહે તેમને ચાર વખત અટકાવ્યા અને કહ્યુ કે તમને પોતાની વાત કહેવા માટે માત્ર 5 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. આખરે અમિત શાહે અનિલ વિજને અટકાવીને કહ્યુ કે તમે તમારુ ભાષણ હવે ખતમ કરો. કાર્યક્રમ મુજબ અનિલ વિજે સ્વાગત ભાષણ આપવાનુ હતુ ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાની હતી અને છેલ્લે ગૃહમંત્રી અમિત શાહે પોતાનુ ભાષણ આપવાનુ હતુ.

અનિલ વિજને આપવાનુ હતુ સ્વાગત ભાષણ
આ ચિંતન શિબિરમાં અમિત શાહ સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી અનિલ વીજે તેમના ભાષણમાં મહાનુભાવોનુ સ્વાગત કરી, કાર્યક્રમમાં સામેલ થવા માટે અમિત શાહનો આભાર વ્યક્ત કરી સમાપન કરવાની આશા હતી પરંતુ અનિલ વિજ હરિયાણાનો ઈતિહાસ, હરિત ક્રાંતિમાં યોગદાન, ઓલિમ્પિકમાં રાજ્યનુ પ્રદર્શન અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ રમતગમતના માળખાગત ઢાંચા જેવા મુદ્દાઓ પર વાત કરવા લાગ્યા.

સાડા આઠ મિનિટથી વધુ બોલી ચૂક્યા છો. હવે તમે જલ્દી...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલા તેમને ભાષણ કરવાનો ઈશારો કર્યો પરંતુ તેમછતાં તેઓ ન અટક્યા તો આખરે તેમણે એક નોટ મોકલાવી. જેમાં તેમણે આગ્રહ કર્યો હતો કે તેઓ પોતાનુ ભાષણ ખતમ કરે. પરંતુ જ્યારે ત્યારબાદ પણ વિજ ન અટક્યા તો અમિત શાહે પોતાનુ માઈક ચાલુ કર્યુ અને તેના પર બે વાર ઠક-ઠક કરીને તેમને ભાષણ ખતમ કરવાનો ઈશારો કર્યો પરંતુ તેમછતાં અનિલ વિજ ભાષણ આપતા રહ્યા. છેલ્લે અમિત શાહે કહ્યુ કે અનિલજી તમને માત્ર 5 મિનિટ આપવામાં આવી હતી પરંતુ તમે અત્યાર સુધીમાં સાડા આઠ મિનિટથી વધુ બોલી ચૂક્યા છો. હવે તમે જલ્દી પોતાનુ ભાષણ ખતમ કરો. આ એ જગ્યા નથી જ્યાં તમારે આટલુ લાંબુ ભાષણ આપવાની જરુર હોય.
#Haryana के गृह मंत्री #AnilVij देश के गृह मंत्री #AmitShah के साथ चल रही बैठक में दे रहे थे लंबा-चौड़ा भाषण। इस बीच शाह ने उनके भाषण को बीच में रोकते हुए कह दी ये बात। पूरा मामला जानने के लिए देखें वीडियो। pic.twitter.com/yxv9MjHJgg
— I.khan S.P.(प्रदेश सचिव अल्पसंख्यक सभा) (@islamkhan919) October 28, 2022
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
