Video: પીએમ મોદીના જન્મદિન નિમિત્તે ભાજપે કરી ‘સેવા સપ્તાહ'ની શરૂઆત
17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. જન્મદિવસના પ્રસંગે ભાજપે સેવા સપ્તાહનુ આયોજન કરી રહી છે.
17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. જન્મદિવસના પ્રસંગે ભાજપે સેવા સપ્તાહનુ આયોજન કરી રહી છે. સેવા સપ્તાહની શરૂઆત કરીને ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે શનિવારે AIIMS પહોંચીને દર્દીઓ સાથે મુલાકાત કરી અને ફળો વહેંચ્યા. આ દરમિયાન અમિત સાહ સાથે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા. આ દરમિયાન અમિત શાહ અને ડેપી નડ્ડાએ એમ્સમાં સફાઈ અભિયાન ચલાવ્યુ. અમિત શાહ, જેપી નડ્ડા અને ભાજપ નેતા વિજય ગોયલ અને વિજેન્દ્ર ગુપ્તાએ એમ્સમાં સાફ સફાઈ પણ કરી.

બાળકોને ફળ વહેંચ્યા અને AIIMS પરિસરમાં સફાઈ બાદ અમિત શાહે કહ્યુ કે ભાજપ કાર્યકર્તા આજથી સેવા સપ્તાહ મનાવવાનુ શરૂ કરી દેશે. આપણા પ્રધાનમંત્રીએ પોતાની આખી જિંદગી દેશની સેવા માટે સમર્પિત કરી દીધી છે અને તેમણે ગરીબો માટે કામ કર્યુ છે એટલા માટે એ યોગ્ય છે કે આપણે તેમના જન્મદિવસના સપ્તાહને સેવા સપ્તાહ તરીકે મનાવીએ. વળી, ઉત્તર પ્રદેશમાં પણ ભાજપે સેવા સપ્તાહની શરૂઆત કરી દીધી છે. હમીરપુરમાં યુપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે રાજ્યના મંત્રી અશોક કટારિયા અને રામચંદ્ર પ્રતાપ સિંહે સાથે રસ્તા પર ઝાડુ લગાવ્યુ.
#WATCH BJP President Amit Shah with working president JP Nadda and leaders Vijay Goel and Vijender Gupta sweeps the floor in AIIMS as part of the party's 'Seva Saptah'campaign launched to celebrate PM Modi's birthday pic.twitter.com/1bO0nzGgoU
— ANI (@ANI) 14 September 2019
સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યુ કે ભાજપ સેવા સપ્તાહ હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય પરીક્ષણ શિબિર, નેત્ર પરીક્ષણનું આયોજન કરશે અને હોસ્પિટલો, વૃદ્ધાશ્રમોમાં સેવાના કાર્ય કરશે. પાર્ટી 14 સપ્ટેમ્બરના રોજ યુપીના બધા જિલ્લાઓમાં એક સાથે સ્વચ્છતા અભિયાન ચલાવશે અને નેત્ર પરીક્ષણ શિબિર પણ લગાવશે. કાશીમાં પણ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ખાસ રીતે મનાવવામાં આવશે. તેમના જીવન સાથે જોડાયેલા પુસ્તર સમાજના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત લોકો સુધી પહોંચાડવામાં આવશે.












Click it and Unblock the Notifications
