મમતા બેનર્જીના વિસ્તારમાં થનારી દુર્ગા પૂજાનુ ઉદઘાટન કરી શકે છે અમિત શાહ

દેશના ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિસ્તારમાં આ વર્ષે થનારી દુર્ગા પૂજાનુ ઉદઘાટન કરવા માટે પહોંચી શકે છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિસ્તારમાં આ વર્ષે થનારી દુર્ગા પૂજાનુ ઉદઘાટન કરવા માટે પહોંચી શકે છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યુ કે સંઘશ્રી દુર્ગા પૂજા કમિટી છેલ્લા 73 વર્ષોથી અહીં દુર્ગા પૂજાનું આયોજન કરાવી રહ્યા છે. છેલ્લા અમુક વર્ષોમાં આ પૂજાનું ઉદઘાટન મમતા બેનર્જી કરતા આવ્યા હતા પરંતુ આ વખતે આનુ ઉદઘાટન અમિત શાહ કરાવી શકે છે. જે રીતે લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી ત્યારબાદ રાજ્યના રાજકીય માહોલમાં ઘણુ પરિવર્તન આવ્યુ છે. અહીં ભાજપે 42માંથી 18 સીટો પર જીત મેળવી છે જે ટીએમસીથી માત્ર ચાર સીટ ઓછી છે.

amit shah

રાજ્ય ભાજપ સચિવ સયંતન બાસુ હવે સંઘશ્રી દુર્ગા પૂજા કમિટીના અધ્યક્ષ છે. આનાથી પહેલા મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જી આ કમિટીના અધ્યક્ષ હતા. કમિટીના એક સભ્યએ જણાવ્યુ કે આને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. તેમણે કહ્યુ કે સયંતન બાસુ અમારા અધ્યક્ષ છે. તેમણે કહ્યુ કે તે અમિત શાહ સાથે વાત કરશે અને આ વખતે થનારી દુર્ગા પૂજાના ઉદઘાટનની તારીખ ફિક્સ કરશે. વાસ્તવમાં પૂજા સમિતિએ અપીલ કરી હતી કે અમિત શાહને આ વખતે દુર્ગા પૂજાનુ ઉદઘાટન કરવા માટે આમંત્રિત કરવા જોઈએ.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સૌથી મોટો ઉત્સવ છે. દુર્ગા પૂજાને ઘણી વાર રાજકારણ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. રાજકીય દળના લોકો સુધી પહોંચવા માટે પણ દુર્ગા પૂજાનો ઉપયોગ કરે છે. જોવાની વાત છે કે ગયા વર્ષે ભાજપે 3000થી વધુ સ્ટૉલ દુર્ગા પૂજા કાર્યક્રમ સ્થળની બહાર લગાવ્યા હતા જ્યાં ભાજપની વિચારધારાની માહિતી આપતા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X