અમિત શાહે બંધ રૂમમાં થયેલ વાતો મોદી સુધી ના પહોંચાડીઃ સંજય રાઉત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જ શિવસેના અને ભાજપ પાર્ટીને નેતા એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. શિવસેના સતત ભાજપ પર વાદાખિલાફીના આરોપ લગાવી રહી છે. જેનાપર પહેલીવાર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિવેદન આપ્યું અને કહ્યું કે પાર્ટીએ શિવસેનાની નવી માંગણીઓ ના સ્વીકારી. અમિત શાહે કહ્યું કે સીએમના ચહેરાને લઈ શિવસેનાએ પહેલા કોઈ વાંધો નહોતો જતાવ્યો. જ્યારે અમિત શાહના નિવેદન પર શિવસેના નેતા સંજય રાઉતે પલટવાર કર્યો છે.

અમિત શાહના નિવેદન પર રાઉતનો પલટવાર
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સંજય રાઉતે કહ્યું કે ભાજપ અને ખાસ કરીને અમિત શાહની સાથે શિવસેનાએ જે વાતો બંધ રૂમમાં થઈ હતી તે પીએમ મોદી સુધી નથી પહોંચાડી. સંજય રાઉતે કહ્યું કે જો અમિત શાહ કહે છે કે તમામ સભાઓમાં પીએમ મોદી આ વાતો કરતા રહે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે તો ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાની સભાઓમાં કહ્યું હતું કે બધાને સમાન જગ્યા આપવામાં આવશે.

મોદી સુધી વાત ન પહોંચાડીઃ સંજય રાઉત
તેમણે કહ્યું કે જે રૂમમાં બધી વાતો થઈ તે બંધ રૂમ મામૂી નહોતો, તે બાલા સાહેબનો રૂમ હતો, અમારા માટે તે રૂમ નહિ મંદિર છે. જો કોઈ કહે છે કે આવી વાતો નથી થઈ તો આ બાલા સાહેબ ઠાકરેનું અપમાન છે. સંજય રાઉતે કહ્યું કે હવે વાત મહારાષ્ટ્રના સ્વાભિમાનની છે, પ્રાણ જાય પણ વચન ના જાયની હવે વાત છે. શિવસેના નેતાએ કહ્યું કે રાજનીતિ અમારા માટે વ્યાપાર નથી. જે વાતો થઈ તે પીએમ મોદી સુધી પહોંચાડાઈ હોત તો હાલાત આવા વિકટ ના બનત.

અમિત શાહે શિવસેનાના આરોપો ફગાવી દીધા
અમિત શાહે શિવસેના દ્વારા લગાવવામાં આવેલ આરોપોને ફગાવતા કહ્યું કે ચૂંટણી પહેલા પીએમ મોદી અને મેં સાર્વજનિક રૂતે કહ્યું હતું કે અમારું ગઠબંધન જીત્યું તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. ત્યારે કોઈને વાંધો નહોતો. હવે તેઓ એક નવી માંગણી લઈને આવી ગયા છે, જે અમને સ્વીકાર્ય નથી. રાષ્ટ્રપતિ સાસનને લઈ તેમનું કહેવું છે કે અગાઉ એકેય રાજ્યોમાં સરકાર બનાવવા માટે 18 દિવસનો સમય આપવામાં નથી આવ્યો. રાજ્યપાલે વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થયા બાદ જ પાર્ટીઓને આમંત્રિત કરી હતી.
'ચોકીદાર ચોર હૈ' મામલોઃ રાહુલ ગાંધીની માફી મંજૂર, ભવિષ્યમાં સાવધાની રાખવા સલાહ