બીજેપીના ચાણક્ય શાહે તોડી PKની ટીમ, હલી ગઇ કોંગ્રેસ
ભારતના ઇતિહાસમાં રાજનિતીમાં ચાણક્યનું નામ સૌથી ઉપર આવે છે. અને હાલની પરિસ્થિતીને જોતા આ નામ અન્ય એક વ્યક્તિ પર પણ ફીટ બેસતું હોય તો તે છે અમિત શાહ. અને આ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં તેમણે કંઇક તેવો દાવ ખેલ્યો છે કે કોંગ્રેસનું ચેક મેટ થઇ ગયું છે
યુપી ચૂંટણીમાં અમિત શાહે પ્રશાંત કિશોરની ટીમ તોડી દીધી છે. પ્રશાંત કિશોર તેમની ચૂંટણીની રાજનીતિ માટે જાણીતા છે. ઇન્ડિયન એક્સપ્રેસનું માનીએ તો અમિત શાહે પ્રશાંતની ટીમના 50 લોકોને પોતાની ટીમમાં જોડી લીધા છે. આ 50 લોકો ભાજપા માટે હવે યુપીની ચૂંટણીમાં કામ કરશે.

જાણકારી મુજબ અમિત શાહ અને પ્રશાંતની ટીમના તે લોકોને પોતાની ટીમમાં લીધા છે જે સિટીજન્સ ફોર એકાઉન્ટેબલ ગર્વનેસ માટે કામ કરતા હતા. જે પ્રશાંત કિશોરની કંપની છે. અમિત શાહે અનિલ જૈન, અનુજ ગુપ્તા, સુનીલ કનુગૂલૂ, હિંમાંશુ સિંહ અને અલકેશને પોતાની ટીમમાં લીધા છે હાલ તે બેંગલુરુમાં છે અને તેમને જલ્દી જ લખનઉ લાવવામાં આવશે.
પ્રશાંત કિશોર અને અમિત શાહ
તેવું મનાય છે કે અમિત શાહ, પ્રશાંત કિશોરને બિલકુલ પસંદ નહતા કરતા. અને આ જ કારણે તેમણે લોકસભા ચૂંટણીમાં પ્રશાંતે નીતિશનો સાથ આપ્યો હતો અને બિહારમાં નીતિશને કિંગ બનાવ્યો હતો. હવે પ્રશાંત યૂપીમાં કોંગ્રેસને જીતાવવાનું કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
