For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે સંભાળ્યો ગૃહ મંત્રાલયનો ચાર્જ, સામે કલમ 370, NRC જેવા પડકારો

નવી કેબિનેટમાં અમિત શાહને ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે જેમણે શનિવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી કેબિનેટે ગુરુવારે શપથ ગ્રહણ કર્યા. શુક્રવારે નવા કેબિનેટમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી. નવી કેબિનેટમાં અમિત શાહને ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે જેમણે શનિવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો. શનિવારે અમિત શાહ સંરક્ષણ મંત્રાલય પહોંચ્યા જ્યાં અધિકારીઓએ તેમનુ સ્વાગત કર્યુ. ગઈ વખતે ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

amit shah

ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળનાર અમિત શાહ સામે જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તરમાં આતંકવાદથી લઈને દેશની અંદર નક્સવાદનો સામનો કરવાનો પડકાર છે. સૌથી મોટો પડકાર કાશ્મીરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવાનું હશે. ગયા વર્ષોમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં બહુ હિંસા જોવામાં આવી. આ ઉપરાંત કલમ 370, 35એ અને એનઆરસી જેવા મામલાને નિપટવાનો પડકાર પણ અમિત શાહના ખભે હશે.

ભાજપ અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા સીટથી સાંસદ અમિત શાહ વિશે સતત સસ્પેન્સ હતુ કે છેવટે તેમને નવી સરકારમાં શું જવાબદારી મળશે. શપથ ગ્રહણ દરમિયાન પણ પીએમ મોદી બાદ બીજા નંબરે રાજનાથ સિંહે શપથ લીધા હતી. ત્યારબાદ અમિત શાહે ત્રીજા નંબરે શપથ ગ્રહણ કર્યા. જો કે કેબિનેટમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી બાદ અમિત શાહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. રાજકીય સફરની વાત કરીએ તો શાહે પહેલી વાર સરખેજથી 1997ની વિધાનસભા પેટાચૂંટણીમાં નસીબ અજમાવ્યુ અને ત્યારથી 2012 સુધી સતત પાંચ વાર ત્યાંથી ધારાસભ્ય ચૂંટવામાં આવ્યા હતા.

રાજનાથ સિંહે સંભાળ્યો સંરક્ષણ મંત્રીનો કાર્યભાર

ગઈ સરકારમાં ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહે પણ આજે સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. જ્યારે સંરક્ષણ મંત્રી રહેલી નિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. વળી, વિદેશ મંત્રાલયની જવાબદારી પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને આપવામાં આવી છે. વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજની જગ્યાએ હવે આ જવાબદારી એસ જયશંકર સંભાળશે.

આ પણ વાંચોઃ VIDEO: ટૉયલેટના પાણીથી બનાવી ઈડલીની ચટણી, વાયરલ થયો વીડિયોઆ પણ વાંચોઃ VIDEO: ટૉયલેટના પાણીથી બનાવી ઈડલીની ચટણી, વાયરલ થયો વીડિયો

English summary
Amit Shah takes charge as the Union Home Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X