For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના નિવેદન પર ભડક્યુ બાંગ્લાદેશ, ‘તેમને બોલવાની સમજ નથી'

બાંગ્લાદેશી ઘૂસણખોરોને ‘ઉધઈ' કહેનાર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીએ આકરી ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશી ઘૂસણખોરોને 'ઉધઈ' કહેનાર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીએ આકરી ટીકા કરી છે. અમિત શાહના નિવેદનને બાંગ્લાદેશના મંત્રીએ 'નગમતુ' કહ્યુ છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ગયા અઠવાડિયે શનિવારે એક રેલીને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઉધઈ ગણાવ્યા હતા. બાંગ્લાદેશના મંત્રીએ કહ્યુ કે શાહને ભારત-બાંગ્લાદેશના સંબંધો વિશે સમજ નથી.

amit shah

અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશના સૂચના મંત્રી હસનુલ હક ઈનુએ કહ્યુ કે અમે તેમના નિવેનને મહત્વ નથી આપતા કારણતે તે સરકારનું અધિકૃત નિવેદન નથી. ગૃહમંત્રી રાજનાથ સિંહે આશ્વાસન આપ્યુ છે કે બંગાળી બોલનારા કોઈ પણ વ્યક્તિને બાંગ્લાદેશ મોકલવામાં નહિ આવે. ઈનુએ કહ્યુ કે ભારત-બાંગ્લાદેશ સંબંધો પર વાત કરવા માટે અમિત શાહ યોગ્ય વ્યક્તિ નથી.

આ પણ વાંચોઃ પાક પીએમઃ 'દોસ્તીના પ્રસ્તાવને અમારી કમજોરી સમજવાની ભૂલ ન કરે ભારત'આ પણ વાંચોઃ પાક પીએમઃ 'દોસ્તીના પ્રસ્તાવને અમારી કમજોરી સમજવાની ભૂલ ન કરે ભારત'

અમે કહ્યુ છે કે અસમમાં એનઆરસી પ્રક્રિયા અને ભારતના બંગાલી ભાષી નાગરિક ભારતના આંતરિક મુદ્દા છે. ઈનુએ કહ્યુ કે રાજનાથ સિંહ ઘણા પહેલેથી જ આ મુદ્દે પોતાની વાત કહી ચૂક્યા છે. બાંગ્લાદેશના વરિષ્ઠ મંત્રીનું નિવેદન તે સમયે આવ્યુ છથે જ્યારે સવાઈ માધોપુરમાં શાહે કહ્યુ હતુ, 'આ ઉધઈ આપણી ચૂંટણી વ્યવસ્થાને ખઈ રહી હતી પરંતુ અમે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન (એનઆરસી) દ્રારા 40 લાખ ઘૂસણખોરોને ઓળખવાનું કામ કર્યુ છે. જેને વીણી-વીણીને બહાર કાઢવામાં આવેશે.' શાહના નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા બાંગ્લાદેશના મંત્રીએ કહ્યુ કે ભાજપ પ્રમુખને કદાચ ખબર નથી કે અસમમાં એનઆરસી મુદ્દે બંને દેશો વચ્ચે અધિકૃત વાતચીત થઈ ચૂકી છે. બાંગ્લાદેશમાં ભારતના રાજદૂત વર્દધન શ્રીંગલાએ કહ્યુ કે અસમ એનઆરસીનો મુદ્દો ભારતની આંતરિક સમસ્યા છે અને કોઈ બંગાળી ભાષી નાગરિકને દેશમાંથી કાઢવામાં આવશે નહિ.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકા વાયરસનો પહેલો કેસ, મહિલાનો ટેસ્ટ પોઝિટીવઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકા વાયરસનો પહેલો કેસ, મહિલાનો ટેસ્ટ પોઝિટીવ

English summary
Amit Shah "Termite" Remark On Immigrants Unwanted, Says Bangladesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X