For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, એક જવાનના બદલે 10 દુશ્મનને મારશું

અમિત શાહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, એક જવાનના બદલે 10 દુશ્મનને મારશું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમિત શાહે પાકિસ્તાન અને તેના સમર્થિત આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે જો અમારા જવાનો પર હુમલો થયો તો ફરીથી જવાબી કાર્યવાહી કરીશું. મેલાઘાટમાં રેલીને સંબધિત કરતા અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા ઘણી આકરી કરી દીધી છે. જો એક પણ જવાનો મૃત્યુ પામ્યો તો ભારત 10 દુશ્મનોને મોતને ઘાટ ઉતારશે.

પીએમના વખાણ કર્યાં

પીએમના વખાણ કર્યાં

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કરવાનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારે જબરદસ્ત કામ કર્યું છે. સંવિધાનથી આર્ટિકલ 370 ખતમ કરી પીએમ મોદીએ મોટું પગલું ભર્યું છે. અમિત શાહે કોંગ્રેસ અને એનસીપીની આલોચના કરતા કહ્યું કે બંને જ દળોએ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કર્યાનો વિરોધ કર્યો હતો. શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને શરદ પવારને આર્ટિકલ 370 ખતમ કરવા પર તેમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

રાહુલ-શરદ પર પ્રહાર કર્યો

રાહુલ-શરદ પર પ્રહાર કર્યો

અમિત શાહે કહ્યું કે જ્યારે પીએમ મોદીએ આર્ટિકલ 370ને ખતમ કર્યો તો કોંગ્રેસ અને એનસીપીએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે આખો દેસ કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવવાની વકાલત કરી રહ્યો હતો ત્યારે આ લોકોએ તેનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કાશ્મીરમાં ખૂની નદીઓ વહી જશે, પરંતુ એક પણ ગોળી નહિ ચલાવવી પડે. અમિત શાહે શરદ પવાર પર પણ તીખો હુમલો કર્યો, તેમણે કહ્યું કે, એનસીપી કોંગ્રેસ ગઠબંધનને જણાવવું જોઈએ કે તેમણે મહારાષ્ટ્ર માટે શું કર્યું, તેમની સરકારની ઉપલબ્ધી શું છે?

21 ઓક્ટોબરે ચૂંટણી

21 ઓક્ટોબરે ચૂંટણી

જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને 5 ઓગસ્ટે ખતમ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં પણ વહેંચી દીધું હતું. કેન્દ્ર સરકારના આ પગલાનો એનસીપી અને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, જ્યારે 24 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામની ઘોષણા કરવામાં આવશે.

LOC પર ગોળીબારીનો જોરદાર જવાબ, પાકિસ્તાનનો એક સૈનિક ઠારLOC પર ગોળીબારીનો જોરદાર જવાબ, પાકિસ્તાનનો એક સૈનિક ઠાર

English summary
amit shah warns pakistan, says- will kill 10 enemy for our every single soldier
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X