નરેન્દ્ર મોદીની રેલી પહેલાં અમિત શાહનું 'તપ'

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રીની ઓક્ટોમ્બરમાં યોજાનારી રેલી પહેલાં તેમના દૂત અમિત શાહ ક્ષેત્રમાં પાર્ટીની અડચણોને દૂર કરશે.

યૂપી ભાજપના પ્રભારી અમિત શાહ ઓક્ટોમ્બરના પહેલાં અઠવાડિયમાં પ્રદેશનો સધન પ્રવાસ કરશે. શનિવાર 28 સપ્ટેમ્બરના રોજ સાંજે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ અમિત શાહ 1 ઓક્ટોમ્બરમાં પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી બૂથ સ્તર પર ભાજપની તૈયાર થઇ રહેલી કમિટીઓની પ્રગતિની જાણકારી મેળશે.

તેના બીજા દિવસે 2 ઓક્ટોબમ્બરના રોજ અમિત શાહ મથુરામાં હશે. અહીં તે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના તત્વાવધાનમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની હિન્દી તિથી મુજબ જન્મ દિવસ પર આયોજિત એક સભાને સંબોધિત કરશે. આ સભા મથુરામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયના પૈતૃક ગામ નાગલા ચંદ્રભાનમાં હશે.

સભા બાદ અમિત શાહ સંઘના નેતાઓ સાથે બેઠક યોજી મુજફ્ફરનગર રમખાણો બાદ ઉભા થયેલા માહોલમાં પાર્ટીની સ્થિતીનો અંદાજો લગાવશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીની રેલીને સફળ બનાવવા અને ભાજપમાં જૂથવાદને રોકવાના મુદ્દે પણ ચર્ચા કરશે.

amit-shah

3 ઓક્ટોમ્બરના રોજ અમિત શાહ કાનપુરમાં બેઠક કરી અહીં થનાર નરેન્દ્ર મોદીની પહેલી રેલીના કાર્યક્રમને અંતિમ રૂપ આપશે. રેલી માટે મેદાન મેળવવામાં આવી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખતાં નવા રેલી સ્થળ પર પણ અમિત શાહ પોતાની મોહર લગાવશે. 4 ઓક્ટોમ્બરના અમિત શાહ ફરી એકવાર પાર્ટીના મોટાના નેતાઓ સાથે બેઠક કરી નરેન્દ્ર મોદીની રેલીના રોડમેપને અંતિમ રૂપ આપશે.

તેના બીજા દિવસે 5 ઓક્ટોમ્બરના રોજ બરેલીમાં બેઠક કરી બરેલી અને બૃજ વિસ્તારના પૂર્વ જનપ્રતિનિધી સાથે બેઠક કરી રૂહેલખંડમાં ભાજપના લોકસભા વિસ્તારના સંભવિત ઉમેદવારોના નામ અને તેમની મજબૂતી અંગે જાણકારી મેળવશે. બીજી તરફ શનિવારે સાંજે ભાજપમાં યૂપીના કાનપુરમાં નરેન્દ્ર મોદીની 15 ઓક્ટોમ્બરે યોજનારી રેલી રદ કરવામાં આવી છે. હવે આ રેલી 19 ઓક્ટોમ્બરના રોજ યોજાશે. 16 ઓક્ટોમ્બરના રોજ બકરી દઇના તહેવારના કારણે આ રેલીને સરકારે પરવાનગી અપવાની મનાઇ કરી દિધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X