'ગુજ.ની જનતા વિકાસ જાણે છે, રાહુલ તમે અમેઠીમાં શું કર્યું?'

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે બપોરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશના અમેઠી પહોંચ્યા હતા. અમિત શાહ ઉપરાંત કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય પણ અહીં હાજર હતા. અમિત શાહે અંહી જનમેદનીને સંબોધતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અમેઠીમાં કહ્યું કે, વર્ષ 2019માં અમે પૂછ્યા વિના અમેઠીને વિકાસ આપીશું. અહીં મોદીજીએ વિકાસ કરવો પડે છે, કારણે કે અમેઠીમાં સત્તામાં એવા રાહુલ બાબા તો ગુજરાતમાં છે.

amit shah in amethi

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં હાલ ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સોમવારે પોતાની યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ પણ અમિત શાહના પુત્ર જય શાહનું નામ લઇને ભાજપ તથા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે મંગળવારે અમિત શાહે કોંગ્રેસના ગઢ અમેઠીથી રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે આગળ કહ્યું કે, ગુજરાતની જનતા વિકાસ જાણે છે. રાહુલ બાબા, તમે એ કહો કે તમે અમેઠીમાં શું કર્યું? અમેઠીમાં ત્રણ પેઢીથી રાહુલ ગાંધીના પરિવારનું રાજ છે અને આમ છતાં અમેઠીનો વિકાસ થયો નથી. તો તેઓ કયા મોઢે મોદી સરકારના ત્રણ વર્ષનો હિસાબ માંગે છે. ગુજરાતના દરેક ગામમા વીજળી છે, દરેક ઘરમાં પાણી છે. હવે યુપીને પણ ગુજરાત બનાવીશું, મોદી-યોગીની જોડી વિકાસની જોડી છે. 2019ની ચૂંટણીમાં હિસાબ આપીને મત માંગીશું.

English summary
Amit Shah's counter attack on Rahul Gasndhi in Amethi, Uttar Pradesh.
Please Wait while comments are loading...