For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં પણ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયું, પક્ષમાં 336 વોટ પડ્યા

લોકસભામાં પણ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયું, પક્ષમાં 336 વોટ પડ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યું. બિલ પર ચર્ચા બાદ સદનમાં વોટિંગ થયું. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવતું બિલ પાસ થઈ ગયું છે. અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ થયેલ વોટિંગને રદ્દ કરી ફરીથી કરાવવાનું એલાન કર્યું. તેમણે કહ્યું કે, મશીનોએ ઠીકથી કામ નથી કર્યું. જે બાદ ફરીથી પુનર્મતદાનનો આદેશ આપવામાં આવ્યો. આ બિલના પક્ષમાં 366 વોટ પડ્યા અને વિરોધમાં 66 વોટ પડ્યા, જ્યારે એક સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

jammu and kashmir

પહેલા લોકસભામાં અમિત શાહ તરફથી લાવવામાં આવેલ સંકલ્પ સ્વીકાર કરવામાં આવ્યો છે. જે બાદ લોકસભામાં રાજ્ય પુનર્ગઠન બિલ અને જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું. જેના પર વોટિંગ થયું અને આ બિલના પક્ષમાં 366 અને વિરુદ્ધમાં 66 વોટ પડ્યા. એક સાંસદ ગેરહાજર રહ્યા જ્યારે કુલ 433 સભ્યોએ વોટિંગમાં ભાગ લીધો. જે બાદ લોકસભામાં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ને રદ્દ કરવાનો પ્રસ્તાવ રાવામાં આવ્યો. જે બાદ આ પ્રસ્તાવ પર થયેલ વોટિંગના પક્ષમાં 351 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 72 વોટ પડ્યા.

Article 370: હવે PoK પર શું હશે ભારતની સ્થિતિ, જાણો તેનો ઈતિહાસ-ભૂગોળ Article 370: હવે PoK પર શું હશે ભારતની સ્થિતિ, જાણો તેનો ઈતિહાસ-ભૂગોળ

જે બાદ સદનના પટલ પર રાજ્યસભાથી પાસ થઈ ચૂકેલ જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ પર વોટિંગ થયું. જેના પક્ષમાં 370 અને વિરોધમાં 70 વોટ પડ્યા.

English summary
ammu and Kashmir reorganization bill passed in Lok Sabha too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X