અમ્ફાન વાવાઝોડુઃ પશ્ચિમ બંગાળે રાહત કાર્યો માટે સેનાની મદદ માંગી

પશ્ચિમ બંગાળ સરકારે રાહત કાર્યો માટે સેનાની મદદ માંગી છે.

ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 85 લોકોના મોત થઈ ગયા છે. ચક્રવાતથી ભારે વિનાશ થયો છે અને જનજીવન ગંભીર રીતે ખોરવાઈ ગયુ છે. પશ્ચિમ બંગાળ સરકારે રાહત કાર્યો માટે સેનાની મદદ માંગી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ બુધવારથી જ સતત રાહત કાર્યોના કામોમાં લાગેલી છે. પશ્ચિમ બંગાળ સરકારના ગૃહ વિભાગ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકાર પોતાની પૂરી ક્ષમતા સાથે રાહત કાર્યો અને જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં લાગેલી છે.

amphan

એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને રાહત કામોમાં લગાવવામાં આવી છે. રાજ્ય સરકારે સેનાની મદદ માંગી છે. સાથે જ રેલવે, પોર્ટ અને પ્રાઈવેટ સેક્ટરની પણ મદદ માંગવામાં આવી છે. સરકારે જણાવ્યુ કે પીવાના પાણીની વ્યવસ્થા અને ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવુ અમારી પ્રાથમિકતા છે. એનડીઆરએફ તરફથી જણાવવામાં આવ્યુ છે કે એનડીઆરએફની દસ વધુ ટીમો પશ્ચિમ બંગાળમાં લગાવવામાં આવી રહી છે. ટીમોના આજે મોડી રાત સુદી કોલકત્તા પહોંચવાની સંભાવના છે. હાલમાં એનડીઆરએફની 26 ટીમો પશ્ચિમ બંગાળના ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે.

ઓરિસ્સાના વિશેષ રાહત કમિશ્નર પ્રદીપ જેનાએ કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં રાહત કાર્યમાં મદદ માટે ઓરિસ્સા મદદ કરશે. આના માટે પટનાયક સરકાર પડી ગયેલા વૃક્ષોને હટાવવા, રસ્તા ક્લિયર કરવા અને રાહત કાર્ય માટે ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સના 500 જવાન અને ફાયર ડિપાર્ટમેન્ટના 500 કર્મી પશ્ચિમ બંગાળ મોકલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બુધવારે સાંજે આવેલા વાવાઝોડાએ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તા સહિત રાજ્યના મોટા ભાગમાં વિનાશ કર્યો છે. 190 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાથી બહુ વધુ નુકશાન થયુ છે.રાહત અને બચાવ કામમાં લાગેલી તમામ ટીમો છતાં હજુ પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X