Amritpal Singh arrested : પંજાબમાં કોઇ બાંધછોડ નહીં કરે આપની સરકાર, આપ નેતા એ કહીં દીધી આ વાત

Amritpal Singh arrested : વારિસ પંજાબ દે ના પ્રમુખ અમૃતપાલ સિંહની ધરપકડ પર આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્ય સભામાં સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, પંજાબની આપ સરકાર કોઇપણ હાલતમાં શાંતિ ભંગ થવા દેશે નહીં. લોકોની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. અમે દેખાડી દીધું છે કે, જરુરત પડવા પર અમે લોકોના હિત માટે કડકમાં કડક પગલા લેવાની પણ હિંમત રાખીએ છીએ.

દિલ્હીના શિક્ષણપ્રધાન અને AAP નેતા આતિશીએ જણાવ્યું હતું કે, અમૃતપાલની ધરપકડ પંજાબ પોલીસ, માન સરકારના એક મહિનાના પ્રયાસનું પરિણામ છે. હું પંજાબ પોલીસ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને અભિનંદન આપવા માંગુ છું. છેલ્લા 1 મહિનામાં પંજાબ પોલીસ અને માન સરકારના અથાક પ્રયાસોનું આ પરિણામ છે, પંજાબ પોલીસ અમૃતપાલ અને તેના સમર્થકોની પાછળ હતી અને રેડ કરી રહી હતી.

Amritpal Singh arrested

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, મને ખુશી છે કે, અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસને શુભેચ્છાઓ. પંજાબમાં જૂની મુશ્કેલીઓ લાંબા સમયથી છે. પંજાબ એક સંવેદનશીલ રાજ્ય છે, જો આવા રાજ્યમાં ગડબડ થવાની આશંકા હોય, તો સરકાર તેને ખૂબ જ ગંભીરતાથી લે છે.

સૌરભ ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, પંજાબમાં કોઈ ઈચ્છતું નથી કે, પંજાબની સ્થિતિ બગડે. કોઈ નથી ઈચ્છતું કે, પંજાબના જૂના દિવસો પાછા આવે, તેથી તમામ લોકોએ પોતાની જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને પંજાબ સરકારને સમર્થન આપ્યું છે. અમે તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X