Amritpal Singh : અમૃતપાલ સિંહે પંજાબ પોલીસને 36 દિવસો સુધી દોડાવી, જાણો દરેક લોકેશન
Amritpal Singh : ખાલિસ્તાન સમર્થક અને અમૃતપાલ સિંહે આજે પંજાબના મોગા પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. અમૃતપાલ સિંહ ગત 36 દિવસથી પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને હાથતાળી આપી રહ્યો હતો. અમૃતપાલ સિંહ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં રહ્યો હતો.
અમૃતપાલને પકડવા માટે સમગ્ર દેશમાં નેપાળ બોર્ડર સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. હાલમાં જ અમૃતપાલના સૌથી મહત્વપૂર્ણ સાથી પપ્પલપ્રીત સિંહની પોલીસે ધરપકડ કરી હતી. અમૃતપાલ સિંહ સતત પોતાનું ઠેકાણું બદલી રહ્યો હતો અને પંજાબ પોલીસ તેનો પીછો કરી રહી હતી, પરંતુ પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ કરી શકી ન હતી.

પંજાબ પોલીસે 18 માર્ચના રોજ અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી અને તેના સેંકડો સહયોગીઓની ધરપકડ કરી હતી, પરંતુ અમૃતપાલ સિંહ તેના કેટલાક સાથીઓ સાથે ભાગવામાં સફળ રહ્યો હતો.
આત્મસમર્પણ કરતા પહેલા અમૃતપાલ સિંહે ઘણી જગ્યાઓ બદલી
- 18 માર્ચ, 2023 : અમૃતપાલ સિંહ અમૃતસરથી ફરાર
- 20 માર્ચ, 2023 : અમૃતપાલ સિંહ કુરુક્ષેત્રમાં જોવા મળ્યો
- 21 માર્ચ, 2023 : અમૃતપાલ સિંહ દિલ્હીના મધુ વિહારમાં જોવા મળ્યો
- 23 માર્ચ, 2023 : લખીમપુર ખેરી ખાતે અમૃતપાલના આગમનના સમાચાર મળ્યા
- અમૃતપાલ સિંહ 23-29 માર્ચની વચ્ચે લખીમપુરથી જલંધરથી હોશિયાપુર પહોંચ્યો
અમૃતપાલ સિંહે શા માટે સરેન્ડર કર્યું? - ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે' સંસ્થાના વડા અમૃતપાલ સિંહને શીખ સંગઠનો અને અકાલ તખ્તે સમર્થન આપવા અને મદદ કરવાનો ઇન્કાર કર્યો હતો. અકાલ તખ્તે અમૃતપાલ સિંહને આત્મસમર્પણ કરવાનું જણાવ્યું હતું. આ પછી અમૃતપાલને ખબર પડી કે, તેની પાસે આત્મસમર્પણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તે વિદેશ ભાગી શક્યો ન હતો, કારણ કે દરેક જગ્યાએ સઘન તપાસ ચાલી રહી હતી.
અમૃતપાલ બદલતો હતો જગ્યા અને વેશ - અમૃતપાલ સિંહ પોલીસથી બચવા માટે સતત સ્થળ અને વેશ બદલી રહ્યો હતો. 18 માર્ચના રોજ અમૃતપાલ ફરાર થયો, ત્યારથી ઘણા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમૃતપાલે પોતે પણ તેમના વતી બે વીડિયો જાહેર કર્યા છે. આ સિવાય પોલીસે અનેક વખત અમૃતપાલના સરેન્ડરની શક્યતા વ્યક્ત કરી હતી.
અમૃતપાલ સિંહ વિવાદોમાં કેવી રીતે આવ્યો? - અમૃતપાલ સિંહ શા માટે વિવાદોમાં આવ્યો અને પોલીસ શા માટે તેની ધરપકડ કરવા માંગે છે, ચાલો પહેલા તેના વિશે જાણીએ. 23 ફેબ્રુઆરી 2023 ના રોજ, અમૃતપાલ સિંહે તેના સમર્થકો સાથે અજનાલાના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને તેના એક સાથીને પોલીસ કસ્ટડીમાંથી છોડાવ્યો હતો. જે બાદ પોલીસે અમૃતપાલ અને તેના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
કોણ છે અમૃતપાલ સિંહ? - અમૃતપાલ 'વારિસ પંજાબ દે' સંસ્થાનો ચીફ છે. તે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત ફર્યો હતો. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબ્જે કરી લીધું હતું. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું હતું. અમૃતપાલની આઈએસઆઈ લિંક જણાવવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
