અમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્ર
રવિવારે થયેલા અમૃતસર ગ્રેનેડ હુમલાની તપાસથી સામે આવ્યુ છે કે આનુ ષડયંત્ર લાહોરમાં રચવામાં આવ્યુ હતુ જેમાં જર્મની અને કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોની પણ મોટી ભૂમિકા રહી છે.
રવિવારે થયેલા અમૃતસર ગ્રેનેડ હુમલાની તપાસથી સામે આવ્યુ છે કે આનુ ષડયંત્ર લાહોરમાં રચવામાં આવ્યુ હતુ જેમાં જર્મની અને કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોની પણ મોટી ભૂમિકા રહી છે. તેમણે જ અમૃતસરમાં ગ્રેનેડ હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો. દિલ્લી પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરતે આ વાત જણાવી છે. અધિકારીનું કહેવુ છે કે આ હુમલો પંજાબમાં ફરીથી આતંકવાદના મૂળ જમાવવાની કોશિશ છે પરંતુ તે આમાં સફળ નહિ થઈ શકે.

ગ્રેનેડ હુમલો સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાયલ
અમુક અધિકારીઓ મુજબ એક સ્થાનિક મોડ્યુલ ઈસ્લામિક નેટવર્ક સાથે હુમલા માટે ઉપયોગ કરવામાં આવ્યુ હતુ અને તેનો હથિયારોની લેવડ-દેવડ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હુમલાની પ્રારંભિક તપાસમાં પણ એ વાત સામે આવી હતી કે જે ગ્રેનેડ આ હુમલામાં ઉપયોગમાં લેવાયા હતા તે પાકિસ્તાની હથિયારની ફેક્ટરીમાં બનતા ગ્રેનેડ જેવા છે, તેના પર પાકિસ્તાની હસ્તાક્ષર મળ્યા છે.

લાહોરમાં રચવામાં આવ્યુ હતુ ષડયંત્ર
અમૃતસર ગ્રેનેડ હુમલા બાજ એનએસએ અજિત ડોભાલે જાણકારી લીધી અને એક હાઈ લેવલ મીટિંગ બોલાવવામાં આવી. તપાસના આધારે એ જાણવા મળ્યુ છે કે નિરંકારી ભવન બ્લાસ્ટના તાર સીધેસીધા પાકના આઈએસઆઈ સાથે જોડાયેલા છે. સૂત્રો મુજબ એનએસએ અજિત ડોભાલ સાથે આ મીટિંગમાં હોમ સેક્રેટરી રાજીવ ગૌબા, ડીજીપી સુરેશ અરોડા અને ઘણા મોટા અધિકારી શામેલ હતા. જો કે પહેલા ઈનપુટ હતુ કે જૈશના આતંકી આગામી ચૂંટણી પહેલા દેશમાં કોઈ મોટો હુમલો કરાવી શકે છે.

ખાલિસ્તાની સમર્થકોની મોટી ભૂમિકા
સ્થાનિક પોલિસ સાથે તપાસ એજન્સીઓ હુમલા પાછળની કડીઓ જોડવામાં લાગેલી છે અને શંકા છે કે જાકિર મૂસાનો હાથ પણ આમાં હોઈ શકે છે જેણે 2010થી 2013 સુધી મોહાલીમાં અભ્યાસ કર્યો હતો. અમુક અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્ફોટની યોજના ખાલિસ્તાની સમર્થકોની મદદથી બનાવવામાં આવી હતી, જેમણે સ્થાનિક લોકોને હુમલો કરવા અને ફંડ કરવાનું કામ કર્યુ. જ્યારે હુમલા માટે ગ્રેનેડની વ્યવસ્થા મુસા અથવા સીમા પારના જૈશના નેટવર્ક દ્વારા કરવામાં આવી.












Click it and Unblock the Notifications
