For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં દરરોજ બળાત્કારના સરેરાશ 86 કેસ નોંધાયા, રાજસ્થાનમાં સૌથી વધુ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના નવા રિપોર્ટ અનુસાર, 2021માં ભારતમાં બળાત્કારના કુલ 31,677 કેસ નોંધાયા હતા, એટલે કે રોજના સરેરાશ 86 કેસ. આવા સમયે 2021ના વર્ષમાં દર કલાકે મહિલાઓ વિરુદ્ધ અપરાધના લગભગ 49 કેસ નોંધાયા હતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના નવા રિપોર્ટ અનુસાર, 2021માં ભારતમાં બળાત્કારના કુલ 31,677 કેસ નોંધાયા હતા, એટલે કે રોજના સરેરાશ 86 કેસ. આવા સમયે 2021ના વર્ષમાં દર કલાકે મહિલાઓ વિરુદ્ધ અપરાધના લગભગ 49 કેસ નોંધાયા હતા.

દિલ્હીમાં 1,250 બળાત્કારના કેસ નોંધાયા

દિલ્હીમાં 1,250 બળાત્કારના કેસ નોંધાયા

ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી NCRBના 'ક્રાઇમ ઇન ઇન્ડિયા 2021' રિપોર્ટ અનુસાર, 2020માં બળાત્કારના 28,046 કેસ નોંધાયા હતા,જ્યારે 2019માં 32,033 કેસ નોંધાયા હતા.

વર્ષ 2021માં રાજસ્થાનમાં સૌથી વધુ 6,337 બળાત્કારના કેસ નોંધાયા હતા, ત્યારબાદમધ્યપ્રદેશમાં 2,947, મહારાષ્ટ્રમાં 2,496, ઉત્તર પ્રદેશમાં 2,845, દિલ્હીમાં 1,250 બળાત્કારના કેસ નોંધાયા હતા.

2019માં 4,05,326 કેસ નોંધાયા હતા

2019માં 4,05,326 કેસ નોંધાયા હતા

રિપોર્ટ અનુસાર, 2021માં દેશભરમાં 'મહિલાઓ વિરુદ્ધ અપરાધો'ના કુલ 4,28,278 કેસ નોંધાયા હતા, જેમાં અપરાધ દર (એક લાખ વસ્તીદીઠ) 64.5 ટકા હતો.

આવા ગુનાઓમાંથી 77.1 ટકામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ડેટા અનુસાર, 2020માં દેશમાં 'મહિલાઓવિરુદ્ધના અપરાધો'ના 3,71,503 અને 2019માં 4,05,326 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધો ના આંકડા

અન્ય રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધો ના આંકડા

NCRB અનુસાર, ઉત્તર પ્રદેશમાં 2021માં 'મહિલાઓ વિરુદ્ધ અપરાધો'ના સૌથી વધુ 56,083 કેસ નોંધાયા હતા. આ પછી રાજસ્થાનમાં40,738, મહારાષ્ટ્રમાં 39,526, પશ્ચિમ બંગાળમાં 35,884 અને ઓડિશામાં 31,352 કેસ નોંધાયા છે.

English summary
An average of 86 rape cases were reported daily in india, the highest in Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X