હિમાચલમાં ભારે તબાહી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ધરતીકંપ, ભૂકંપની તીવર્તા 4.9 નોધવામાં આવી
ઉત્તર ભારતમાં કદરતનો કહેર યથાવત છે. હિમચાલ પ્રદેશમાં બારે વરસાદથી ભારે નુક્સાન થયુ છે. આ વચ્ચે સોમવારે સવારે સરહદી રાજ્યો જમ્મુ કાશ્મીરમાં ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોધવામાં આવી હતી.

નેશનલ સેટર ફોર સિસ્મોલોજી અનુસાર 10 જુલાઇએ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા .જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોધવામાં આવી હતી. સ્થાનિય અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપ સવારે 5:38 વાગ્યે આવ્યો હતો. અત્યાર સુધીમાં તેનાથી કોઇ જ પ્રકારની જાનહાનીના કોઇ સમાચાર નથી
આ પહેલા રવિવારે સાંજે અંડમાન નિકોબાર દ્વિપ સમુહમાં પણ ભૂકંપ આવ્યો હતો. અંહિયા રિક્ટેલ સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોધવામાં આવી હતી. સ્થાનીક પ્રશાસન અનુસાર ભૂકંપના ઝટકા ભારે તેજ હતા. પરંતુ તેમ છતા કોઇ જ પ્રકારના કોઇ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.












Click it and Unblock the Notifications
