જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના નદીગમ ગામમાં મંગળવારે સવારે એક વાર ફરીથી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા છે.

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના નદીગમ ગામમાં મંગળવારે સવારે એક વાર ફરીથી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા છે. વળી, એક જવાન શહીદ થવાના સમાચાર છે. માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહોની તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે સુરક્ષા બળોને નદીગામમાં આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે સૂચના મળી હતી ત્યારબાદ તેમણે આ વિસ્તારમાં તપાસ ચાલુ કરી હતી.

jammu kashmir

આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી ત્યારબાદ સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. બંને તરફથી થયેલા ગોળીબારમાં સેનાનો 1 જવાન પણ શહીદ થઈ ગયો. જ્યારે 2 અન્ય ઘાયલ થઈ ગયા. તેમને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સુરક્ષા બળોએ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી રાખ્યો છે. અહીં ગોળીબીર હજુ પણ ચાલુ છે. સુરક્ષાબળોના જવાન વિસ્તારમાં વિશેષ સર્તકતા રાખી રહ્યા છે. ઠેર ઠેર તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

અજ્ઞાત બંદૂકધારીઓએ એક યુવકનું અપહરણ કર્યુ.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ શોપિયા જિલ્લામાં જ અજ્ઞાત બંદૂકધારીઓએ એક યુવકનું અપહરણ કરી લીધુ હતુ. જેનુ અપહરણ થયુ છે તેનુ નામ સુહેલ અહેમદ ગનાઈ છે. યુવકનું અપહરણ મીમંદર ગામથી કરવામા આવ્યુ હતુ. છેલ્લા 24 કલાકમાં ત્રીજુ અપહરણ હતુ. આ પહેલા પણ શોપિયામાં જ બે યુવકોને અપહ્રત કરવામાં આવ્યા હતા. જેમાંથી એકની હત્યા કરી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X