શોપિયામાં ફરીથી આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, અત્યાર સુધી 9 આતંકી ઠાર
An encounter has started Shopian district of Jammu-Kashmir. 9 terrorists killed till now.
કાશ્મીર ઘાટીમાં સેના અને આતંકીઓ વચ્ચે એક વાર ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે. ઘાટીમાં આતંકીઓની ઘૂસણખોરી વધ્યા બાદ આતંકી ગતિવિધિઓ વધી ગઈ છે. વળી, સેના આતંકીઓના ખાતમા માટે ઑપરેશન ચલાવી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં સેના અને જવાનો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે.

અત્યાર સુધીની માહિતી મુજબ સેનાને ખુફિયા માહિતી મળી હતી કે વિસ્તારમાં આતંકી છૂપાયા હોઈ શકે છે ત્યારબાદ જમ્મુ કાશ્મીર પોલિસના જવાન અને સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આતંકીઓની ગોળીઓનો જવાબ સેના અને જમ્મુ કાશ્મીર પોલિસ બળના જવાન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે.
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે માહિતી આપી હતી કે સુરક્ષાબળોએ હાલમાં જ પોતાના ઑપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના 9 આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટરમાં 4 આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે રવિવારે સુરક્ષાબળોએ 5 આતંકીઓ ઠાર માર્યા હતા. છેલ્લા બે સપ્તાહાં સેનાએ 9 મોટ ઑપરેશન કર્યા છે. આતંકવાદીઓ સામે કરવામાં આવેલ આ ઑપરેશમનમાં અત્યાર સુધી 22 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
An encounter has started at Sugoo area of Shopian district. Police and security forces are carrying out the operation. Further details shall follow: Kashmir Zone Police #JammuAndKashmir
— ANI (@ANI) June 10, 2020












Click it and Unblock the Notifications
