For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Election Results 2020: જીત બાદ આપ ધારાસભ્ય પર હુમલો, 1નુ મોત

મહરૌલીથી આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર મંગળવારે રાતે હુમલો કરવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભારે જીત થઈ છે. જીત બાદ પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. આપ ધારાસભ્ય અને કાર્યકર્તા જશ્નમાં ડૂબેલા છે. વળી, જીતની રાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર હુમલો કરી દેવામાં આવ્યો. મહરૌલીથી આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર મંગળવારે રાતે હુમલો કરવામાં આવ્યો. નરેશ યાદવ મંદિરેથી પાછા આવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો.

firing

હુમલાખોરે 6થી 7 રાઉન્ડ ગોળીઓ ચલાવી, આ હુમલામાં એક આપ સમર્થકનુ મોત થઈ ગયુ જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો. સંજય સિંહનો દાવો છે કે કાફલામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે જેનુ નામ અશોક માન બતાવવામાં આવી રહ્યુ છે. દિલ્લી પોલિસના સૂત્રોએ પણ મોતની પુષ્ટિ કરી છે. દિલ્લી પોલિસ મુજબ દિલ્લીના કિશનગઢ ફોર્ટિજ ચોક પાસે આમ આદમીના ધારાસભ્ય નરેશ યાદવનો કાફલો પસાર થઈ રહ્યો હતો એ વખતે હુમલાખોરે કાફલામાં હાજર બે લોકો પર ઉપરાઉપરી ગોળીઓ ચલાવી દીધી. પોલિસને ઘટના સ્થળેથી 6-7 ગોળીના ખાલી ખોલા મળ્યા. પોલિસે કેસમાં એફઆઈઆર નોંધી લીધી છે.

વળી, દિલ્લી પોલિસના સૂત્રોનુ કહેવુ છે કે આ કેસ બે જૂથ વચ્ચે ચાલી રહેલી પરસ્પર ગેંગવોરનો છે. પોલિસના જણાવ્યા મુજબ આ ફાયરિંગમાં જે વ્યક્તિનુ મોત થયુ તેણે થોડા દિવસ પહેલા બીજી ગેંગ પર ગોળી ચલાવી હતી ત્યારબાદથી તેની શોધ થઈ રહી હતી. આજે જીતના જશ્નમાં અશોક શામેલ થવાના સમાચાર જેવા બીજી ગેંગને મળ્યા તેના પર ગોળી ચલાવી દીધી. પોલિસ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ હારની જવાબદારી લઈને સુભાષ ચોપડાની જેમ શું મનોજ તિવારી આપશે રાજીનામુ?આ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ હારની જવાબદારી લઈને સુભાષ ચોપડાની જેમ શું મનોજ તિવારી આપશે રાજીનામુ?

English summary
An FIR has been registered in connection with the firing at the convoy of AAP MLA Naresh Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X