For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિક્કિમઃ હિમસ્ખલનના લપેટામાં આવવાથી લેફ્ટિનેન્ટ કર્નલ અને જવાન શહીદ

ઉત્તરી સિક્કિમના પર્વતીય ક્ષેત્ર લુગનકમાં હિમસ્ખલનના લપેટામાં આવવાથી સેનાના એક અધિકારી સહિત એક જવાન શહીદ થઈ ગયો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તરી સિક્કિમના પર્વતીય ક્ષેત્ર લુગનકમાં હિમસ્ખલનના લપેટામાં આવવાથી સેનાના એક અધિકારી સહિત એક જવાન શહીદ થઈ ગયો. સેનાની રાહત અને બચાવ ટૂકળીની કોશિશો બાદ તેમને બચાવી ના શકાય. હિમસ્ખલનના કારણે બંને કેટલાય ફીટ ઉંડી બરફ નીચે દબાઈ ગયા હતા. કેટલાય કલાક સાચેલ સર્ચ ઓપરેશન બાદ સેનાને લેફ્ટિનેન્ટ અને સૈનિકનો પાર્થિવ દેહ મળ્યો. સેના દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આ લોકો હિમસ્ખલનના લપેટામા આવેલ 18સભ્યોની ટીમનો ભાગ હતા. સેનાની ટૂકડી અને બરફ હટાવનાર પાર્ટી ઉત્તરી સિક્કિમમાં 14 મેના રોજ હિમસ્ખલની લપેટામાં આવી ગયા.

sikkim

રાહત-બચાવ કાર્ય માટે પહોંચેલી ટીમના અથાક પ્રયાસો છતા સેનાના એક અધિકારી અને એક જવાનને બચાવી ના શકાયા. સેના તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ઉત્તર સિક્કિમમાં એક બરફને કાઢનાર પાર્ટી અચાનક હિમસ્ખલનના લપેટામાં આવી ગઈ હતી. તમામ સૈનિકોને સુરક્ષિત કાઢી લેવામા આવ્યા.

આ ઘટનામાં સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ રોબર્ટ ટી એ અને સેપર સાપલા ષણમુખ રાવનુ મોત થયું. હિમસ્ખલનના કારણે બંને બરફમા દબાઈ ગયા હતા. રાહત-બચાવ ટીમે બાકી સભ્યોને સુરક્ષિત રીતે કાઢી લીધઆ છે. ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ અને બરફ હટાવવાના કામમા લાગેલ ભારતીય સેનાના 17-18 જવાન 14 મેના રોજ અચાનક આવેલ હિમસ્ખલનના શિકાર થઈ ગયા. સેનાના રાહત બચાવ ટીમે આમાંથી 16 સભ્યોને બચાવી લીધા હતા પરંતુ એક અધિકારી અને એક જવાનને બચાવી નહોતા શકાયા.

દેશમાં કોરોનાના કુલ કેસ 81 હજારને પાર, 24 કલાકમાં 100ના મોતદેશમાં કોરોનાના કુલ કેસ 81 હજારને પાર, 24 કલાકમાં 100ના મોત

English summary
An Indian Army officer and a sapper died in north Sikkim after a patrol snow-clearing party they were part of was caught in an avalanche.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X