OMG, એક હિંદૂ છોકરી ISISમાં જોડાવા માંગે છે! તે પણ આર્મી મેન દિકરી!
આ ખબર તમને કદાચ હચમચાવી દેશે પણ આ વાત સો ટકા સાચી છે. ખૂંખાર આંતકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સીરીયામાં જોડાવાની ઇચ્છા બતાવી છે એક હિંદૂ યુવતીએ કરી છે. એટલું જ નહીં આ યુવતીના પિતા એક ભૂતપૂર્વ આર્મી ઓફિસર હતા. જેમણે તેમનું જીવન દેશની રક્ષા કરવામાં વિતાવ્યું છે ત્યારે આ યુવતી દ્વારા દેશના વિરુદ્ધમાં આવી કામ કરવામાં આવી રહ્યું છે તે જાણે તેના પિતાની રાતોની ઊંધ ઉડી ગઇ છે.
એટલું જ નહીં પોતાની પુત્રીની આ શંકાસ્પદ ગતિવિધિઓને જોઇને તેના હેરાન પરેશાન પિતાએ હવે રાષ્ટ્રિય સુરક્ષા એજન્સી (NIA)ની મદદ માંગી છે અને તેનું કાઉન્સલિંગ કરવાનું કહ્યું છે. તો બીજી તરફ સુરક્ષા એજન્સીએ પણ આ યુવતી સિરીયા જીતી રહે તે પહેલા તેના સમજાવાના તમામ પ્રયાસો હાથે ધર્યા છે. ત્યારે શું આ સમગ્ર મામલો તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આર્મી ઓફિસરની દિકરી
ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ કર્નલ પદેથી રિયાયર્ડ થયેલા પિતાએ તેની પુત્રીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ત્રણ વર્ષ માટે ઓસ્ટ્રેલિયા મોકલી હતી.

હિંદૂ પરિવાર
એટલું જ નહીં આ યુવતી હિંદૂ પરિવારથી આવે છે. અને તેમ છતાં આવા આતંકી સંગઠનમાં જોડાવા માંગે છે.

ઓસ્ટ્રેલિયામાં બ્રેનવોસ
પિતાના કહેવા મુજબ ગ્રેજ્યુએશ બાદ ભારત પરત ફરેલી યુવતીનો વ્યવહાર એકદમ બદલાઇ ગયો હતો. તેના પહેરવેશ અને પૂરા વ્યક્તિત્વમાં તેના પિતા અને પરિવારે પરિવર્તન જોયું.

પિતાનો લાગ્યો શોક
ત્યારે જ્યારે પુત્રીના આ પરિવર્તનને જાણવા માટે પિતા તેના કમ્પ્યૂટરની તપાસ કરી તો તેમાં તેમને ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલી અનેક સંદિગ્ધ વાતચીત મળી.

યુવતી સિરીયા જવા ઇચ્છુક
એટલું જ નહીં આઇબી તપાસમાં પણ એ જ જાણવા મળ્યું કે આ યુવતી આઇએસમાં જોડાવા માંગતી હતી. અને તે આઇએસના સંપર્કમાં હતી. જે ભવિષ્યમાં સિરીયા જઇને આઇએસ જોઇન કરવા ઇચ્છતી હતી. વળી તે ધર્મ પરિવર્તન કરવા પણ માંગતી હતી.

સોશ્યલ મીડિયા
સુત્રોથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સોશ્યલ મીડિયા દ્વારા આઇએસઆઇએસ આ છોકરીનું બ્રોનવોસ કર્યું હતું અને તેને આઇએસમાં જોડવા માટે મોબાઇલ પર મેસેજ પણ કર્યા હતા.

પિતાએ માંગી મદદ
ત્યારે જે પિતાએ જીવનભર દેશની રક્ષા કરી હતી તેની જ પુત્રી દેશના અને માનવતાના વિરુદ્ધમાં કામ કરતા આંતકી સંગઠનમાં જોડાવા માંગે છે તે જાણીને તેમણે રાષ્ટ્રિય સુરક્ષાની મદદ માંગી. અને છોકરીનું કાન્સીલિંગ કરવાની વાત કરી.

યુવતીની ઇચ્છા
જો કે આઇબીને પણ જ્યારે આ વાત ખબર પડી ત્યારે તે પણ આશ્ચર્યચક્તિ થઇ ગયા કે આઇએસઆઇએસના જાળ હવે ક્યાં ક્યાં ફેલાઇ રહ્યો છે. જો કે હાલ તો તેમણે પોતાની રીતે આ યુવતીને રોકવાના તમામ પ્રયાસો હાથે ધર્યા છે.












Click it and Unblock the Notifications
