મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીનું કોકળું ગુચવાયું? નેતાએ કર્યો મોટો દાવો
maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.
વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીમાં ખેંચતાણના સમાચારો છાસવારે સામે આવતા રહે છે. મહા વિકાસ અઘાડીમાં ક્યારે બેઠક વહેચણી અંગે તો ક્યારેક મુખ્યમંત્રી પદ માટે સાથી પાર્ટીના નેતાઓ આમનેસામને આવતા જોવા મળે છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે કેટલીક બેઠકો અંગેની ઘર્ણષ જોવા મળી રહ્યું છે.
આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) મહા વિકાસ અઘાડીમાં સામેલ અન્ય પક્ષો સાથે સંઘર્ષમાં ઉતરી રહી છે.
આ અટકળો વચ્ચે શિવસેના (UBT) ના નેતા અનિલ દેસાઈએ એક નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં અનિલ દેસાઈએ દાવો કર્યો છે કે, મહા વિકાસ અઘાડી (MVA) ના સહયોગીઓ વચ્ચે કોઈ વિવાદ નથી.
જોકે, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, બેઠકોની વહેંચણીના નિર્ણયમાં પાર્ટીની જીતવાની ક્ષમતા મહત્વની રહેશે.

લોકસભામાં મુંબઈ સાઉથ સેન્ટ્રલનું પ્રતિનિધિત્વ કરતા અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, મહા વિકાસ અઘાડી (MVA)ની આંતરિક ચર્ચા સારી રીતે ચાલી રહી છે.
મીડિયા સાથે વાત કરતાં અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, MVA ના સાથે પક્ષો વચ્ચે કોઈ મડાગાંઠ નથી, જેમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના UBT, કોંગ્રેસ અને શરદ પવારની NCPનો સમાવેશ થાય છે.
આ સાથે અનિલ દેસાઈએ ખાતરી આપી હતી કે, બેઠકોની વહેંચણી અંગેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે નવેમ્બરમાં ચૂંટણી થવાની ધારણા છે.












Click it and Unblock the Notifications
