કાશ્મીર: બડગામ એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલાની કોશિશ

Posted By:
Subscribe to Oneindia News

સુરક્ષા બળ ઘ્વારા બડગામ એરફોર્સ સ્ટેશન પર એક મોટા આતંકી હુમલાને નાકામ કરી દેવામાં આવ્યો છે. અહીં સુરક્ષા બળ ઘ્વારા તે સમયે એક શંકાસ્પદ વ્યક્તિને મારી દેવામાં આવ્યો હતો જયારે તે સિક્યોરિટી ઝોનમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યો હતો. આ શંકાસ્પદ વ્યક્તિ સુરક્ષા ઘેરો પાર કરીને એરફોર્સ સ્ટેશન દીવારની ખુબ જ નજીક આવી ગયો હતો. સૌથી પહેલા તો તે વ્યક્તિને એક સંત્રી ઘ્વારા ચેતવણી આપવામાં આવી જયારે તેને આ ચેતવણી સાંભળી નહીં ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી.

jammu kashnir

બડગામ માં થયેલી ઘટના પછી એક કેસ નોંધી લેવામાં આવ્યો છે. જેમાં શંકાસ્પદ વ્યક્તિને અજ્ઞાત વ્યક્તિ તરીકે માનવામાં આવ્યો છે. આ કેસની તપાસ શરૂ થઇ ચુકી છે અને તેના મુજબ સુરક્ષાકર્મીઓ ઘ્વારા તે શંકાસ્પદ વ્યક્તિને મારી દેવામાં આવ્યો છે જયારે તે સુરક્ષા ઘેરો પાર કરીને એરફોર્સ સ્ટેશનમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યો હતો.

આપણે જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર આતંકીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 6 જવાન શહીદ થઇ ગયા. આ હુમલા ચાલુ જ હતા કે શ્રીનગર માં આવેલા સીઆરપીએફ 23 બટાલિયન હેડક્વાટર પર આતંકી હુમલાની કોશિશ કરી. 32 કલાક પછી શ્રીનગર માં એન્કાઉન્ટર પૂરું થઇ શક્યું. આ હુમલામાં એક જવાન શહીદ થઇ ગયો હતો અને સુરક્ષાબળ ઘ્વારા બે આતંકીઓને માર્રી નાખવામાં આવ્યા.

English summary
An Unidentified Individual was shot the security forces budgam air force station jammu kashmir

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.